જામનગર: લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જેપી મારવીયા પાસે કેટલી સંપતી, કેટલુ સોનું, વાહનો?

0
1103

જામનગર લોકસભા ક્ષેત્રના કોંગ્રેસના ઉમેદવાર જયંતીલાલ મારવીયા ઉર્ફે જેપી મારવીયાએ પોતાનું નામાંકન પત્ર ભરી દીધું છે. વકીલાતનો ઉચ્ચ અભ્યાસ કરનાર જેપી મારવીયા હાલ રાજકોટમાં વકીલાત પ્રેક્ટિસ કરી રહ્યા છે. વારસાઈ ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા મારવીયાએ વકીલાતનો ચીલો ચીતરી વાર્ષિક પાંચેક લાખ જેવી આવક ઊભી કરી છે. દોઢેક લાખનું લેણું ધરાવતા મારવીયા સ્થાવર અને જંગમ સહિત કુલ પોણા બે કરોડ ઉપરાંતની સંપત્તિ ધરાવે છે. સ્વચ્છ પ્રતિભા ધરાવતા જેપી મારવીયા હાલ જામનગર જિલ્લા પંચાયતમાં વિરોધ પક્ષના નેતા તરીકે કાર્યરત છે અને તેની સામે એક પણ ફોજદારી કેસ નથી.

મારવીયાની આટલી છે વાર્ષિક આવક

બે દાયકા બાદ કોંગ્રેસે પોતાની રણનીતિમાં ફેરફાર કરી લોકસભા બેઠક પર ભાજપના આહિર ઉમેદવાર સામે પાટીદાર યુવા ચહેરાની પસંદગી કરી છે કાલાવડ તાલુકાના ખરેડી ગામે રહેતા જયંતીલાલ પરસોત્તમભાઈ મારવ્યા એટલે કે જેપી મારવી અને કોંગ્રેસે આ વખતે ભાજપ સામે મેદાને ઉતાર્યા છે જામનગર જિલ્લા પંચાયત નિકાવા બેઠક પર ચૂંટાયેલા ચેપી મારવ્યા હાલ જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતાની ભૂમિકા ભજવી રહ્યા છે. 43 વર્ષીય
જેપી મારવીયા એ પોતાની ઉમેદવારી રજૂ કરી દીધી છે. એક પુત્ર પત્ની સહિત ત્રણ સભ્યોનો પરિવાર ધરાવતા અજેપી મારવ્યા ની વર્ષ 2022-23 ની વાર્ષિક આવક ચાર લાખ ₹ 93,540 હોવાનું દર્શાવ્યું છે.

અભ્યાસ અને વ્યવસાય

કોંગ્રેસના ઉમેદવારે જેપી મારવીયા એ વર્ષ 2002માં રાજકોટની જે જે કુંડલીયા કોમર્સ કોલેજમાંથી બીકોમ નો અભ્યાસ પૂર્ણ કર્યો છે. ત્યારબાદ 2007માં રાજકોટમાં કે એ પાંધી લો કોલેજ માંથી એલએલબી પૂર્ણ કરી વર્ષ 2008માં રાજકોટની એએમપી લોક કોલેજ માંથી ડીટીએલપી નો અભ્યાસ પૂર્ણ કરી વર્ષ 2012માં જુનાગઢ ખાતે આવેલ જેસી એજ્યુકેશન ટ્રસ્ટ લો કોલેજમાં ડીએલએલપી નો અભ્યાસ પૂર્ણ કર્યો છે જ્યારે વર્ષ 2013માં તેઓએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતેથી એક્સ્ટર્નલ માં એમ કોમ પાર્ટ વન સુધીનો અભ્યાસ કરેલ છે. વર્ષ 2007 થી જ વકીલાત પ્રેક્ટિસ ધરાવનાર મારવીયા હાલ રાજકોટમાં નાના મવા ખાતે પોતાનો વકીલાતનો સ્વતંત્ર વ્યવસાય કરી રહ્યા છે.

જંગમ મિલકત અને લેણું

જેપી મારવિયા કુલ 13, 81,739ની જંગલ મિલકત ધરાવે છે. જ્યારે ખેતીવાડી અને વ્યવસાયિક ઓફીસ સહિત 79 લાખ રૂપિયાની 50% હિસ્સેદારી ધરાવતી સ્થાવર અસ્કયામત પણ તેઓ ધરાવે છે. પોતાના હાથ પર 3 લાખ અને પત્ની પાસે બે લાખ એમ કુલ પાંચ લાખની રોકડ હોવાનું પણ તેઓએ જાહેર કર્યું છે. આ ઉપરાંત 30 લાખ રૂપિયાની ૫૦ ટકા હિસ્સેદારી ધરાવતી સ્વ ઉપાર્જિત મિલકત અને 50% હિસ્સેદારી ધરાવતી 49 લાખની વારસાગત મિલકત પણ તેઓ ધરાવે છે. જ્યારે નિકાવા સેવા સહકારી મંડળી લિમિટેડમાં તેઓએ 1.44 લાખ રૂપિયાની લોન લીધી હોવાનું લેણું પણ તેઓએ નોટિફિકેશનમાં જાહેર કર્યું છે. જ્યારે તેઓના પત્ની ઉર્મિલાબેન પાસે 9:30 લાખ રૂપિયાની જંગમ મિલકત હોવાનું પણ જાહેર કર્યું છે.

વાહનો, સોનુ, મોબાઈલ

 જામનગર લોકસભા ક્ષેત્રના કોંગ્રેસના ઉમેદવાર જેપી મારવિયા પાસે વર્ષ 2011થી ₹4,00,000 ની કિંમતની ટાટા સફારી કાર છે. જ્યારે તેઓ વર્ષ 2018થી એક એક્ટિવા સ્કૂટર પણ ધરાવે છે. સોના ચાંદી ઝવેરાત ની વાત કરવામાં આવે તો જેપી મારવ્યા પાસે એક સોનાનો ચેન અને બ્રિટિશ સહિત પાંચ તોલા સોનું છે જેની કિંમત સાડા ત્રણ લાખ રૂપિયા આંગી છે જ્યારે તેઓના પત્ની ઉર્મિલાબેન પાસે સોના સોનાના દસ તોલા દાગીના અને અડધો કિલો ચાંદીના દાગીના હોવાનું જાહેર કર્યું છે. ઉપરાંત બંને પાસે 45000ના બે મોબાઈલ ફોન હોવાનો પણ જાહેર રમવામાં ઉલ્લેખ કર્યો છે

એક પણ કેસ નથી

ખેતીવાડી, વકીલાત, નોટરી પ્રેક્ટિસ અને ઈ સ્ટેમ્પ વેન્ડર તરીકેનો વ્યવસાય કરતા જેપી મારવીયા સામે અત્યાર સુધીમાં એક પણ ફોજદારી કે સિવિલ કેસ નોંધાયા નથી એટલે કે તેઓનો ક્રિમિનલ રિપોર્ટ એકદમ સ્વચ્છ. જો કે તેના હરીફ ઉમેદવાર પુનમબેન માડમ સંપતીની દ્રષ્ટીએ જેપી કરતા ચડિયાતા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here