જામનગર અપડેટ્સ : ભાવનગર ખાતે રહેતા અને બિલ્ડીંગ કન્ટ્રકશન સાથે સંકળાયેલ નિવૃત ડીવાયએસપીના પુત્રએ પત્ની અને બે પુત્રીઓના મૃતદેહ મળી આવતા સનસનાટી મચી જવા પામી છે. ચાર વ્યક્તિ ઉપરાંત પાલતું કુતરાને ગોળી મારી દેવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. મૃતક પૃથ્વીરાજસિંહ તેના શાઢુભાઈ પાસેથી રૂપિયા ૪૫ લાખ રૂપિયા માંગતા હોવાનું અને આ બાબતે મનદુઃખ ચાલતું હોવાનું સામે આવ્યા બાદ શાઢુભાઈના ત્રાસથી તેઓએ આ પગલું ભરી લીધું હોવાનું સામે આવ્યું છે પોલીસે હાલ મૃતકના શાઢુ ભાઈ સહીત છ સખ્સો સામે ફરિયાદ નોંધી છે.
ભાવનગરમાં વિજયરાજનગરમાં રહેતા નિવૃત ડીવાયએસપી નરેન્દ્રસિંહ જાડેજાના કન્ટ્રકશન વ્યવસાય સાથે જોડાયેલ પુત્ર પૃથ્વીરાજસિંહ જાડેજા, તેમના પત્ની બીનાબા, ૧૮ વર્ષીય પુત્રી નંદીનીબા અને ૧૧ વર્ષીય પુત્રી યશસ્વીબાના મૃતદેહ ઘરમાંથી લોહીથી લથબધ હાલતમાં મળી આવ્યા હતા. ચારેય સભ્યોએ રિવોલ્વરમાંથી છુટેલ ગોળીથી જ મૃત્યુ નીપજ્યા હોવાનું સામે આવ્યું હતું. . આ ઘટનાને પગલે સ્થનિક પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો સ્થળ પર પહોચ્યો હતો. બીજી તરફ આ ચાર મૃતદેહ ઉપરાંત તેમના પાલતું કુતરાનો મૃતદેહ પણ ગોળી ધરબેલી હાલતમાં મળી આવ્યો હતો. આ બનાવ અંગે મૃતક પૃથ્વીરાજસિંહના સાળાએ મૃતક બનેવી સામે પોતાની બહેન બીનાબા અને ભાણેજો નંદીનીબા તેમજ યશસ્વીબાની હત્યા નીપજાવી પોતે આપઘાત કરી લીધાની ફરિયાદ નોંધાવી હતી. મૃતક પૃથ્વીરાજે હત્યાને અંજામ આપતા પૂર્વે કુટુંબના વોટ્સએપ ગ્રુપમાં આપઘાત કરવા અંગેનો અંતિમ મેસેજ છોડ્યો હતો. આ વારદાતના દિવસથી એક ચર્ચા ચાલી રહી હતી કે મૃતક પૃથ્વીરાજને તેના જ નજીકના કોઈ સબંધી સાથે આર્થિક વ્યવહારને લઈને મનદુઃખ પણ ચાલતું હતું. આ બાબતને આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી અને તેમાં ચોક્કસ હકીકતો સામે આવી હતી. પોલીસે તપાસ દરમિયાન મૃતકના શાઢુ ભાઈ સાથે મૃતકે જમીન મકાનના વ્યવસાયમાં કરેલ આર્થિક વ્યવહાર બાદ શાઢુભાઈ અને અન્ય સખ્સો સામે ૪૫ લાખની લેવડ દેવળ બાબતે સબંધ બગડ્યા હતા. મૃતક સબંધી પાસેથું રૂપિયા ૪૫ લાખ માંગતા હોવાનું સામે આવ્યું છે જેના કારણે જ તેઓએ પરિવારનો માળો વિધિ આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે. પોલીસે તેના શાઢુભાઈ સહિતના છ સખ્સો સામે ફરિયાદ નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.