રજા : ટેકાના ભાવની મગફળી ખરીદ પ્રક્રિયાને ત્રણ દિવસનો વિરામ

0
442

જામનગર અપડેટ્સ : હાલ જામનગર જીલ્લામાં કાર્યરત તમામ માર્કેટીંગ યાર્ડ ખાતે લઘુતમ ટેકાના ભાવે મગફળી ખરીદી અંગેની કામગીરી ચાલી કરવામાં આવી છે. પરંતુ આગામી ત્રણ દિવસમાં તહેવાર ઉપરાંત જાહેર રજાના કારણે આગામી ત્રણ દીવસ સુધી ખરીદ પ્રક્રિયા બંધ રાખવામાં આવી  છે.

જામગનર જીલ્લાના જુદા જુદા યાર્ડ સહિત છ સ્થળોએ ટેકાના ભાવથી મગફળી ખરીદી પ્રક્રિયા શરુ કરવામાં આવી છે. જો કે આગામી આગામી તા. ૩૦/૧૦/૨૦૨૦ થી તા. ૦૧/૧૧/૨૦૨૦ દરમ્યાન આવનાર તહેવાર તથા જાહેર રજાઓના કારણે પુરતી સંખ્યામાં મજુરો ઉપલબ્ઘ ન હોવાના કારણે તા. ૩૦/૧૦/૨૦૨૦ થી તા. ૦૧/૧૧/૨૦૨૦ દરમ્યાન લઘુતમ ટેકાના ભાવે મગફળી ખરીદી અંગેની કામગીરી બંઘ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આગામી તા. ૦૨/૧૧/૨૦૨૦ થી આ કામગીરી રાબેતા મુજબ ચાલુ કરી દેવાશે એમ જીલ્લા પુરવઠા અધિકારીએ જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here