કૌભાંડ: ડિજિટલ યુગમાં પણ બોગસ લાયસન્સ બની જાય આશાનીથી, આ શખ્સોએ કબુલ્યું

0
500

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર પંથકમાં એસ.ઓ.જી પોલીસે નકલી ડ્રાઇવિંગ લાઇસન્સનો રેકેટ પકડી પાડ્યું છે મીઠાપુર પોલીસે ચાર શખસો સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે આ ચારેય આરોપીઓએ બનાવટી ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવી ખોટી સહીઓ કરી સરકાર સાથે ઠગાઇ કરવાના ઈરાદે લાયસન્સનો ખરા તરીકે ઉપયોગ કરવો હોવાનું સામે આવ્યું છે પોલીસે ચારેય શખ્સોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઓખામંડળમાં આવેલા આરંભડા ગામે આંખની હોસ્પિટલ પાસેના રોડ પર ગઈકાલે એસ.ઓ.જી પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી એસ.ઓ.જી પોલીસે ચોક્કસ હકીકતના આધારે કોન્ટ્રાક્ટર તરીકેનો વ્યવસાય કરતા આરંભડા ગામમાં રહેતા એજાજ ભાઇ હાસમભાઇ તેમજ ભીમરાણા ગામે રહેતા ખીમાભાઈ મેપાભાઇ વારસાકિયા તેમજ સલાયા ગામે ખ્વાજા નગરમાં રહેતા અલી આદમ ભગાડ અને દાઉદ ઇશાક નામના ચાર શખ્સને આંતરી લીધા હતા.

આ ચાર શખ્સોના કબજામાંથી બનાવટી ડ્રાઇવિંગ લાઇસન્સ મળી આવ્યા હતા. તમામ આરોપીઓએ પોતાના બનાવટી ખોટા ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવી કોઈપણ રાજ્ય સેવક તેની ફરજ દરમિયાન ડ્રાઇવિંગ લાઇસન્સની માંગણી કરે તો તેની સાથે ઠગાઇ કરવાના ઈરાદે ખોટા ડ્રાઇવિંગ લાઇસન્સ ને ખરા તરીકે ઉપયોગ કરી તે ખોટા હોવાનું જાણવા છતાં પણ ખરા તરીકેનો ઉપયોગ કરતા હોવાનું સામે આવ્યું હતું પોલીસે ચારેય કબજામાંથી ડ્રાઇવિંગ લાઇસન્સ કબજે કરી ખોટી ડિજિટલ ઇલેક્ટ્રોનિક સહી કરી બનાવટી ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવા સબબ ફરિયાદ નોંધી, આ રેકેટના મૂળ સુધી પહોંચવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે બોગસ લાયસન્સ નું રેકેટ સામે આવતા જિલ્લાભરમા ચકચાર મચી જવા પામી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here