હું અહીંનો બાપ ડોન છું, તમે અમારા ગુલામ છો કહી યુવાનને

0
956

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર ખાતે આવેલ ટાટા કંપની હેલ્પર તરીકે ફરજ બજાવતા એક સાહેબ દલિત યુવાનના અને જાતિ અપમાનીત કરી સહિતની ઇજા પહોંચાડી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે. હું અહીં બાપ, ડોન છું તેમ કહી આરોપીએ તમે અમારા ગુલામ છો તેમ કહી જાતિ અપમાનીત કરી હુમલો કર્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.આ ફરિયાદના આધારે મીઠાપુર પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકાના મીઠાપુર ખાતે આવેલ ટાટા કેમીકલ કંપની અંદર મોનો ડિપાર્ટમેન્ટ પાસે ગઈકાલે સાડા આઠેક વાગ્યાના સુમારે સવારે કોન્ટ્રાક્ટ માં મજુરી કામ કરતા મુળવાસર ગામનાં નાયાભાઈ જેઠા ભાઈ ચાસીયા નામના યુવાને ગજેન્દ્રસિંહ હેમરાજસિંહ વાઢેરને પાણી ભરી આપવા કહ્યું હતું. જેને લઇને યુવાને પાણી ભરવાની ના પાડી હતી. જેથી ઉશ્કેરાયેલા આરોપીએ હું અહી નો બાપ છું તેમ કહી તમે અમારા ગુલામ છો તમે તેમ કહી જ્ઞાતિ વિષે અપમાનિત કરી કાઢી ઢીકાપાટુનો મારમારી હુમલો કર્યો હતો. જેમાં આરોપી યુવાનને જમીન પર પછાડી ડાબા હાથ કોણીના ભાગે ફેક્ચર સહિતની ઇજા પહોંચાડી હતી.

આ બનાવ અંગે મીઠાપુર પોલીસ દ્વારા કંપનીમાં હેલ્પર તરીકે ફરજ બજાવતા આરોપી ગજેન્દ્રસિંહ સામે એટ્રોસિટી અને મારવા સહિત ની કલમ મુજબ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here