તું કરિયાવરમાં કંઈ લાવી નથી, ભૂખની બારસ છો, તું ઘરની પનોતી છો

0
530

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા ખાતે રહેતા સાસરીયાઓ સામે પરણીતાએ સ્ત્રી અત્યાચાર ધારા હેઠળ ફરિયાદ નોંધાવી છે. છએક વર્ષથી આરોપીઓએ તેના માતા-પિતાને બદનામ કરી દેવાની ધમકી આપી શારીરિક માનસિક ત્રાસ ગુજારી જાનથી મારી નાખવાની તેણે ધમકી આપી હોવાની ફરિયાદ માં વિગતો જાહેર થઈ છે.


દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના  ગામે રહેતી હીનાબેન રામદતી નામની પરિણીતા પર ખંભાળીયા ખાતે રહેતા પતિ જીતેન્દ્રપરી કિશોરપરી ગોસાઈ, સસરા કિશોરપરિ ગોસાઈ અને ભાવિનપરી કિશોર પરી ગોસાઈ સહિતનાઓએ લગ્નજીવનના છ વર્ષના ગાળા દરમ્યાન અવારનવાર હેરાન કરી જેમ તેમ બોલી મારકૂટ કરી, આરોપી કિશોરએ તેણે તથા તેના માતા-પિતાને બદનામ કરી દેવાની ધમકી આપી હતી. જ્યારે અનિલપરી અને ભાવિન પરીએ નાની-નાની બાબતે મેણા મારી કરિયાવરમાં કાંઈ લાવી નથી, ભૂખની બારસ છો તું ઘરમાં પનોતી છો. તેમ કહી ભૂંડી ગાળો આપી શારીરિક માનસિક દુખત્રાસ આપ્યો હતો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેને લઇને પરણિતાએ ખંભાળિયા ના સાસરીયાઓ સામે કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે આ ફરિયાદના આધારે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here