દ્વારકા: આઠ વર્ષની મિત્રતાનું પરિણામ બળાત્કાર, યુવતીએ નોંધાવી ફરિયાદ

0
791

દેવભૂમિ દ્વારકા જિલ્લાના યાત્રાધામ દ્વારકા ખાતે મહેશ્વરી સદનમાં રહેતી એક પરિણીત યુવતી પર જામનગર જિલ્લાના સીકકા ગામે રહેતા ક્ષત્રિય શખ્સે દોઢ માસ સુધી તેણીની ઇચ્છા વિરુદ્ધ બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધ્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. છેલ્લા આઠ વર્ષથી પરિચયમાં આવેલ આ શખ્સે તેણે ઈચ્છા વિરુદ્ધ છતાં દોઢ માસ સુધી શારીરિક શોષણ કરી દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. દ્વારકા પોલીસે આરોપી સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ચારધામ પૈકીના એક એવા પવિત્ર યાત્રાધામ ખાતે જધન્ય ઘટના સામે આવી છે. મૂળ ઝારખંડ રાજ્યની અને હાલ અહીં પતિ સાથે રહેતી એક પરિણીતાનો જામનગર જિલ્લાના સિક્કા ગામે રહેતા ધીરેન્દ્રસિંહ ભગુભા જાડેજા સાથે પરિચય થયો હતો. આઠ વર્ષ પૂર્વે પરિચયમાં આવેલ સિક્કાના શખ્સે તેણીની સાથે વિશ્વાસ ભર્યા સંબંધો કેળવી લીધા હતા. આઠ વર્ષના ગાળામાં તેનો વિશ્વાસ જીતી લઇ આરોપીએ તેમને લગ્ન કરવાની લાલચ આપી હતી. જેની સામે પરણિતા તાબે નહીં થતાં આરોપી ધીરેન્દ્રએ ધમકાવી અને જાનથી મારી નાખવાની ધમકી આપી, તેણીની સાથે અવાર નવાર ઈચ્છા વિરુદ્ધ બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધી, બળાત્કાર ગુજાર્યો હતો.

ગત તારીખ 26/4 થી 13/6/2022 સુધીના ગાળા દરમ્યાન મહેશ્વરી સદન ખાતે લઇ જઇ આરોપીએ અવારનવાર તેની ઈચ્છા વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. આ ઘટના અંગે પરપ્રાંતિય મહિલાએ આરોપી સામે દ્વારકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તેની ઈચ્છા વિરુદ્ધ આરોપીએ બળજબરીપૂર્વક બળાત્કાર ગુજાર્યાની ફરિયાદ નોંધાવી હતી. જેને લઇને પોલીસે તેનો કબ્જો સંભાળી મેડીકલ પરીક્ષણ કરાવ્યું હતું. બીજી તરફ આરોપી ને પકડી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. દેવભૂમિ દ્વારકાની પ્રતિષ્ઠાને તાર તાર કરતી આ ઘટનાને પગલે યાત્રાધામ દ્વારકામાં ચકચાર મચી જવા પામી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here