કલ્યાણપુર: ગેરકાયદેસર રેતી ચોરીના નેટવર્ક પર તંત્રની કાર્યવહુ

0
801

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના રાણ ગામે વર્તુ નદી માંથી ગેરકાયદેસર રેતી નું ઉત્ખનન કરી અમુક ખનીજ માફિયાઓ ખનીજ ચોરી કરતા હોવાની ચોક્કસ હકીકતના આધારે પોલીસે દરોડો પાડયો હતો આ દરોડા દરમિયાન આરતી નદીમાંથી રેતી નો જેસીબી દ્વારા ખનન કરી ટ્રેક્ટરમાં હતો પરિવહન કરાતો હોવાનું સામે આવ્યું હતું આ ઉપરાંત આરોપીઓ દ્વારા નદીની બહાર એક જગ્યાએ છઠ્ઠો સંગ્રહ કરી વેચાણ કરાતો હોવાનું પણ સામે આવ્યું હતું જેને લઇને પોલીસે ખાણ ખનીજ ખાતા નો સંપર્ક કર્યો હતો રેતી ચોરી સામે આવી હોવાની વિગતો સામે આવતા રોયલ્ટી ઇન્સ્પેક્ટર અંકુર ભાદરકા ની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી.

ખનીજ ને સ્થળ પર પડેલા જથ્થાનું આંકલન કરી ખનીજ ચોરીનો તાગ મેળવ્યો હતો સ્થળ પરથી 600 મેટ્રિક ટન તથા બીજા સ્થળે તો 180 મેટ્રિક ટન એમ રૂપિયા એક લાખ 83200 ની કિંમતનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો.આ ઉપરાંત રેતી ઉત્ખનન માટે ૩૦ લાખની કિંમતનું એક હિટાચી તેમજ 12 લાખની કિંમતનું એક જેસીબી તથા રૂપિયા ૮ લાખની કિંમત એક ડમ્પર અને ૧૨ લાખની કિંમતના ચાર ટ્રેક્ટર કબજે કરવામાં આવ્યા હતા.

વર્તુ નદી ની અંદરથી રામભાઈ નાગાજણભાઇ ગોરાણીયા અને અરજનભાઇ લીલાભાઇ મોઢવાડિયા નામના તથા તેના સાગરિતો દ્વારા અહીંથી લાખો રૂપિયાનો ખનીજ ચોરી કરાઈ હોવાનું સામે આવ્યું હતું જેને લઇને ખાણ ખનીજ વિભાગ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પોલીસ અને ખાણ ખનીજની કાર્યવાહીના પગલે કલ્યાણપુર પંથકમાં ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here