જામનગર: એક એવી સરકારી શાળા જેની સરખામણીમાં ખાનગી શાળાઓ છે ઝીરો

0
6987

ચો તરફ ખાનગી શાળાઓની ભરમાર વચ્ચે જામનગરમાં એક એવી શાળા છે જ્યાં એડમિશન માટે વાલીઓની ભીડ લાગી, જામનગરની મહાનગર પાલિકાની શાળાના નંબર 1 માં 400 જેટલા વિધાર્થીઓ ખાનગી શાળાઓ છોડીને સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે.

જામનગર મહાનગર પાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતી સંચાલિત શાળા નંબર 1 લાલવાડી વિસ્તારમાં આવેલી છે. આ વર્ષે શરૂ થયેલી સરકારી શાળામાં પ્રવેશ મેળવવા વાલીઓમાં ધસારો જોવા મળ્યો. તારીખ 28 એપ્રિલથી શાળામાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ. જેમાં અત્યાર સુધીમાં કુલ 619 વિધાર્થીઓ પ્રવેશ મેળવ્યો છે. જે પૈકી ધોરણ 1માં 219 વિધાર્થીઓ પ્રવેશ મેળવ્યો. જયારે ધોરણ 2થી 8માં 400 જેટલા વિધાર્થીઓ પ્રવેશ મેળવ્યો છે. જે મોટા  ભાગના વિધાર્થીઓ ખાનગી શાળાને છોડીને સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે. સરકારી શાળામાં 27 વિધાર્થીઓ અંગ્રેજી માધ્યમ છોડીને ગુજરાતી માધ્યમાં પ્રવેશ મેળવ્યો છે. અન્ય ખાનગી શાળાના શિક્ષકોના બાળકો, વકીલના બાળકો, રેલ્વે કર્મચારીના બાળકો આ સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે એમ શાળા આચાર્ય મનહરલાલ વરમોરાએ જણાવ્યું છે.

સરકારી શાળામાં પ્રવેશ મેળવવા માટે વાલીઓ આવતા હોવાના અનેક કારણો છે. જેમાં ખાનગી શાળાને હરીફાઈમાં સરકારી શાળા ટકી શકે તેવી સુવિધા, બીલ્ડીગ અને સ્ટાફ સહીતની સવલતો સરકારી શાળામાં છે. શાળામાં નવુ બીલ્ડીંગ, વિશાળ મૈદાન, પીવાના પાણી માટે આરઓ સીસ્ટમ, પ્રયોગશાળા, સંગીતના સાધનો, રમત-ગમતના સાધનો, 14 વર્ગ ખંડ, સીસીટીવી કેમેરાથી સજજ શાળા છે. દિવાલો પર બાળકોને ગમ્મત સાથે જ્ઞાન મેળે તેવા ચિત્રો સાથે વિષયોને મુકવામાં આવ્યા છે. 8 અનુભવી કાયમી શિક્ષકો અને 6 પ્રવાસી શિક્ષકોનો સ્ટાફ આ શાળામાં છે. અનેક વિષેશતાના કારણે વાલીઓ બાળકોના શિક્ષણ માટે ખાનગી શાળાઓમાં મોટી ફી આપવાનુ છોડીને નિશુલ્ક સરકારી શાળામાં ભણવવા માટે સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here