દ્વારકા: હાહાકાર મચાવનાર બીચ્છુ ગેંગ સામે ગુજસીટોક

0
1092

દ્વારકા જિલ્લાના દ્વારકા પંથકમાં મીઠાપુર આસપાસ છેલ્લા બે દાયકાથી બીછુ ગેંગ નામે સક્રિય થયેલ ટોળકીયે અનેક ઓર્ગેનાઇઝ ક્રાઈમ આંચરી હાહાકાર મચાવ્યો હતો જેને લઈને જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેએ ગુપ્ત રાહે તપાસ કરાવી, ગુજસીટોક ધારા મુજબ ફરિયાદ દાખલ કરી છે અને આજે આ ગેંગના બાર સાગરીતોને ને દબોચી લીધા છે

ગુજરાત રાજયમાં છેલ્લા કેટલાક વર્ષોથી સંગઠીત ગુનાઓ સમાજ માટે ગંભીર પડકારરૂપ બનેલ છે. જેના માધ્યમથી તેઓ ગેરકાયદેસર સંપતિ તથા કાળા નાણાનું પ્રમાણ મહતમ હોવવાથી જેની અર્થતંત્ર ઉપર પ્રતિકુળ અસર થઇ રહેલ હતી. ઓર્ગેનાઇઝડ ક્રાઇમ સીન્ડીકેટ તથા ત્રાસવાદી સંગઠનોના ઇરાદાઓ એકસરખાં હોવાથી તેઓ નારક-ત્રાસવાદને પ્રોત્સાહન આપેછે. જેથી ગુજરાત સરકારશ્રી દ્વારા આ પ્રકારની ઓર્ગેનાઇઝડ ક્રાઇમ સીન્ડીકેટને નેસ્ત નાબૂદ કરવાના પ્રયાસના ભાગરૂપે સન ૨૦૧૫ના વર્ષ દરમ્યાન ગુજસીટોક (ગુજરાત આંતકવાદ અને સંગઠીત ગુના નિયંત્રણ અધિનિયમ) પ્રસાર કરી તેની રચના કરવામાં આવેલ છે, જે અનુસંધાને રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ તરફથી મળેલ માર્ગદર્શન અને સુચના આધારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયનાઓની રાહબ્બરી હેઠળ સ્થાનિક તેમજ એલ.સી.બી.ની ટીમ દ્યરા જરૂરી વર્કઆઉટ કરવામાં આવેલ જિલ્લાના- પ્રાથમિક માહીતી- આ ગુપ્ત રાહે કરવામાં આવેલ વર્કઆઉટ આધારે દેવભૂમિદ્વારકા તાલુકા, ઓખા મંડળ અને મીઠાપુર વિસ્તારમાં છેલ્લા આશરે ૧૫ વર્ષ ઉપરાંતથી (૧) લાલુભા સાજાભા સુમણીયા તથા (ર) વનરાજભા પાલાભા સુમરીયાનાઓની સીન્ડીકેટ હેઠળ એક બિચ્છુ ગેંગ કાર્યરત હોવાનું ધ્યાને આવેલ. જેઓ એક ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ સીન્ડીકેટ ચલાવી રહેલ હોવાનું તેમજ તેઓ વ્યકિતગત તેમજ સંયુકત રીતે શરીર સબંધી જેવા કે, ખૂનની કોશિષ ધાકધમકી આપી ડરાવવું, ધમકાવવું વિગેરે તથા મિલ્કત સબંધી જેવા કે ગેરકાયદેસર રીતે ખંડણી વસૂલવી તેમજ ગેરકાયદેસર રીતે જુગાર તથા પ્રોહીબીશન જેવી અસામાજિક પ્રવૃતિ આચરી દ્વારકા, મીઠાપુર ઓખા મંડળ વિસ્તારમાં ડરનો માહોલ ઉભો કરી આર્થિક અનુચિત લાભ (Proceeds of Crime) મેળવતા હોવાનું જણાઇ આવતા મીઠાપુર પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૮:૫૦૦પરર૦૩૬૬૪૨૦૨ ઇપીકો કલમ ૩૬૩,૩૨૬,૩૨૫૩૨૪, ૩૨૩, ૧૪૩,૧૪૭,૧૪૮, ૧૪૯૫૦૪,૫૦૬(૨),૪૨૭,૧૨૦(બી) મુજબનો ગુનો તા.૬૫૨૦રના રોજ નોંધવામાં આવેલ હતો. જેગુનાના કામના આરોપીઓમાં મુખ્ય સુત્રધાર તથા તેના અન્ય સાગરીતો સહિત બીજા આરોપીઓ બિચ્છુ ગેંગના હોવાનું જણાઇ આવતા બાબતે થ ધરવામાં આવેલ ગુપ્ત ઇન્કવાયરીના અંતે ઉપરોકત ગુનાના કામે તા. ૨૫/૬/ર૦રરના રોજ ગુજરાત કંટ્રોલ ઓફ ટેરોરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝડ ક્રાઇમ એકટ (ગુજસીટોક) – ૨૦૧૫ ની કલમ ૩(૧),૩(૨),૩(૩),૩૮૪), ૩(૫) હેઠળકુલ ૧૨ આરોપીઓ વિરૂધ્ધમાં કાર્યવાહી હા ધરવામાં આવેલ છે. ઓર્ગેનાઇઝ ક્રાઇમ સીન્ડીકેટમાં આરોપીઓની સંડોવણીઃ- ઉપરોકત ગુનાના કામના કુલ ૧૦આરોપીઓ સહિત અન્ય બીજાર આરોપીઓ મળી કુલ ૧૨ આરોપીઓ (૧) લાલુભા સાજાભા સુમણીઆ રહે રાંગાસર તા.દેવભૂમિ દ્વારકા (ર) વનરાજમા પાલાભા સુમીયા રહે, કૃષ્ણનગર આરંભડા સીમ તા. દ્વારકા (૩) હાજાભા પાલામાં સુમણીયા રહે. કૃષ્ણનગર આરામડા સીમ તા. દ્વારકા (૪) જગદિશભા હનુભા સુમણીયા રહે. રાંગાસર તા. દ્વારકા (પ) સાજામાં માનસંગભા સુમીચા રહે રાંગાસર તા. દ્વારકા (૬) રાજેશભા માલામા સુમણીયા રહે. રાંગાસર તા.દ્વારકા (૭) નથુભા સાજાભાસુમણીયા રહે, રાંગાસર તા. દ્વારકા (૮) માપભા વીરાભા સુમણીયા રહે, ખટુંબા વાડી વિસ્તાર હાલ રહે કૃષ્ણનગર આરંભડા સીમ તા. દ્વારકા (૯) માનસંગભા ઘાંધાભા માણેક રહે પરંડા ગામપાણીના ટાંકા પાસે તા.દ્વારકા (૧૦) માનસંગભા સાજામાં સુમણીયા રહે. રાંગાસર તા. દ્વારકા (૧૧૭ માલાભા સાજાભા સુમણીયા રહે, રાંગાસર તા. દ્વારકા (૧ર) કિશન ટપુભા માણેક રહે. વસઇ તા. દ્વારકાનાઓની આ ગુજસીટોકના કાયદા મુજબ સમાવિષ્ટ કરવામાં આવેલ છે. જે પૈકી સીન્ડીકેટના મુખ્ય સુત્રધાર સહિત કુલ ૧૧ આરોપીઓને હસ્તગત કરી લેવામાં આવેલ છે. જયારે ૧ આરોપીકિશન ટપુભા માણેક અગાઉથી પકડાઇ ચુકેલ છે. જેની આગળની વધુ તપાસની કાર્યવાહી શ્રીહિરેન્દ્ર ચૌધરી, નાયબ પોલીસ અધિક્ષક, ખંભાળીયા વિભાગ, ખંભાળીયા જિ. દેવભૂમિ દ્વારકાનાઓ ચલાવી રહેલ છે.


ખતરનાક બીચ્છુ ગેંગની ક્રાઇમ કુંડળી

મીઠાપુર ઓખા મંડળ વિસ્તારમાં ઘણા નોકરીયાત તથા ધંધાર્થીઓ મહેનત મજુરી કામ કરતા આવેલ છે. જેમાં ઘણા બધા કોન્ટ્રાકટરો- પેટા કોન્ટ્રાકટર તરીકે કાર્યરત છે જે પૈકી મોટા ભાગના કોન્ટ્રાકટરો તથા ધંધાર્થીઓ હોવાથી આ બિચ્છુ ગેંગના લોકો તેઓને સરળતાથી ડાવી ધમકાવી તેઓ પાસેથી મોટી મોટી ખંડણીની વસૂલી કરતા આવેલજે છે. આ પ્રકારના ધંધાર્થીઓ સહિત બીજા સ્થાનિક લોકોને પણ આ ગેંગ તરફથી ખૂબ જ ત્રાસ રહેલ હતો, તેઓ પોતાનું વર્ચસ્વ કાયમી ટકાવી રાખવા સારૂં આ પ્રકારના નિર્દોષ લોકોને ડરાવી ધમકાવી તેઓ પાસેથી ખંડણી પેટે પૈસા પડાવવા, તેઓની સાથે ઝઘડો કરવો, તેઓને માર મારવો, તેનો વિડીયો ઉતારવો વિગેરે જેવી અનેક ગુનાહિત પ્રવૃતિ તેઓ આચરતા રહેલ હતા. જેનાથી આ બિચ્છુ ગેંગનો સ્થાનિક વિસ્તારમાં ખૂબ મોટા પ્રમાણમાં ડરનો ખૌફ રહેલ હતો. બિચ્છુ ગેંગને અંકુશમાં લઇ નેસ્તનાબૂદ કરવાના પ્રયત્નના ભાગરૂપે બિચ્છુગેંગના મુખ્ય સુત્રધાર સહિત અન્ય આરોપીઓ વિરૃધ્ધમાં ગુજસીટોક હેઠળની કાર્યવાહીકરવામાં તેમજ તેઓને ઝડપી પાર્ટી સમગ્ર ઓપરેશન તથા ગુપ્ત વર્કઆઉટનીકામગીરીમાં એલસીબી એસઓજી સહિતના અધિકરીઓ જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here