દેવભૂમિ દ્વારકા: હજુ જૂની નોટ છે બજારમાં, અધધ જથ્થો પકડાયો

0
537

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ અને પોરબંદર ખાતેથી જૂની ચલણી નોટો પકદેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ચોખંડા ગામથી અને પોરબંદર જિલ્લાના ભાવપર ગામેથી દેવભૂમિ દ્વારકા એસઓજી પોલીસે બે શખ્સોને રૂપિયા 595 લાખ ની 890 નંગ ૫૦૦ના દરની રદ કરી દેવાયેલ જૂની ચલણી નોટો સાથે પકડી પાડયા છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ચોખંડા ગામે રહેતો કાના અરજણભાઈ ભાટુ નામનો સખશએ સરકાર દ્વારા લગાવવામાં આવેલી નોટ બંધી વખતે ચલણમાંથી રદ કરાયેલી ભારતીય ચલણની ૫૦૦ના દરની નોટ પોતાના ઘરમાં સંગ્રહી હોવાની જિલ્લાના એસઓજી પોલીસે ચોક્કસ વિગત મળી હતી. આ હકીકતના આધારે એસ.ઓ.જી પીઆઈ સિંગરખીયા સહિતના સ્ટાફે દરોડો પાડયો હતો. આ દરોડા દરમિયાન કાનાના કબજામાંથી રૂપિયા 355000 કિંમતની 710 નંગ ૫૦૦ના દરની જૂની ચલણી નોટ મળી આવી હતી. આ શખ્સની પૂછપરછ દરમિયાન તેના મિત્ર પોરબંદર જિલ્લાના ભાવપર ગામે રહેતા વાઘાભાઈ રાજા ભાઈ ઓડેદરા પણ પોતાના ઘરે રૂપિયા ૫૦૦ના દરની જૂની ચલણી નોટો રાખી હોવાની વિગતો સામે આવી હતી.

જેને લઇને પોલીસે આ દિશામાં કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં આ શખ્સના ઘરની તલાશી લેતાં રૂપિયા બે લાખ ચાલીસ હજાર ની કિંમત 480 નંગ રૂપિયા ૫૦૦ના દરની રદ કરી દવવાયેલ જૂની ચલણી નોટો મળી આવી હતી. ભારતીય ચલણમાંથી રદ કરી દેવાયેલ રૂપિયા ૫૦૦ના દરની કુલ 890 નોટ બંધી શખ્સના કબજામાંથી મળી આવી હતી. રૂપિયા 595000ની કિંમતની આ નોટો કબજે કરી એસ.ઓ.જી પોલીસ દ્વારા બન્ને શખ્સોની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here