VIDEO : જામનગરમાં એરલીફ્ટ કરાયા ૨૫૩ NDRF જવાનો, બે ટીમ જામનગરમાં

0
1286

જામનગર : તૌકતે વાવાજોડાની દહેશતના પગલે રાજ્ય અને કેન્દ્ર સરકારે મળીને કુદરતી આફતને પહોચી વળવા જરૂરી વ્યવસ્થા હાથ ધરી છે. આ વ્યવસ્થાના ભાગ રૂપે આજે સૌરાષ્ટ્રમાં જુદા જુદા જીલ્લાઓમાં ફાળવવામાં આવેલ એનડીઆરએફની ટુકડીઓ ત્રણ કાર્ગો ફ્લાઈટમાં એરલીફ્ટ કરવામાં આવી છે. જે પૈકી બે ટીમને જામનગર ખાતે તેમજ અન્ય ટીમને સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં રવાના કરવામાં આવી છે.

તૌકતે વાવાજોડાએ ફરી સૌરાષ્ટ્ર તરફના માર્ગ તરફ પ્રયાણ કરતા સરકાર અને પ્રસાસનની ચિંતામાં વધારો થયો છે. આ મુસીબત સામે લડવા કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સહિયારા પ્રયાસો હાથ ધરી બચાવ કાર્યનું આગોતરું આયોજન કર્યું છે. સ્થાનિક વહીવતી તંત્રએ ગ્રાઉન્ડ ઝીરોની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.

જયારે વાવાજોડાની સ્થિતિ વખતે માનવ હતાહત રોકવા અને ત્વરિત બચાવ કાર્ય માટે એનડીઆરએફની ટીમ સૌરાષ્ટ્રમાં ઉતારી દેવામાં  આવી છે. આજે જામનગર એરફોર્સ ખાતે પ્રથમ આઈએસ ૭૬ કાર્ગો એરક્રાફ્ટમાં એનડીઆરએફના ૧૨૭ જવાનો સાથે ૧૧ ટન કાર્ગો, એરફોર્સના સી ૧૩૦ની બે એર ફ્લાઈટમાં કુલ ૧૨૬ એનડીઆરએફ જવાન અને ૧૪ ટન જરૂરી કારગો લઇ આવવામાં આવ્યો હતો. અહીંથી બે ટીમ જામનગરને ફાળવવામાં આવી છે. જયારે અન્ય ટીમોને દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીરસોમનાથ અને અમરેલી સહિતના જિલ્લાઓમાં રવામાં કરવામાં આવી છે.

ભારતીય વાયુસેનાના ત્રણ કાર્ગો એરક્રાફ્ટમાં એનડીઆરએફની ટીમ આવી પહોચી..વિડીઓ જોવા નીચેની લીંક પર ક્લિક કરો…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here