જામનગર : બોટાદનો એવો સખ્સ જે યુવતીઓને વોટ્સએપ વિડીયો કોલ કરી કરતો આવી ગંદી હરકત

0
558

જામનગર : સરકારી સંસ્થામાં નોકરી કરતી જામનગરની એક યુવતી સાથે બોટાદના એક સખ્સે એક સપ્તાહ સુધી મોબાઈલ ફોન પર વોટ્સએપ વિડીયો કોલિંગ, મેસેજીસ અને ઓડિયો કોલ કરી ગંદી ચેષ્ટાઓ કરી હોવાની જામનગર સીટીબી ડીવીજન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. આરોપીએ જામનગર જ નહી પણ રાજ્યભરની મહિલાઓના મોબાઈલ ફોન દ્વારા સંપર્ક કરી ગંદી ચેષ્ટાઓ કરી હોવાની વિગતો સામે આવી છે.

જામનગરમાં રહેતી એક અપરણિત યુવતીનો મોબાઈલ પર સંપર્ક કરી બોટાદના એક અસામાજિક અને મનોવિકૃત સખ્સે બીભત્સ ચેષ્ટાઓ કરી હોવાની વિગતો સામે આવી છે. જામનગરમાં સરકારી સંસ્થામાં નોકરી કરતી યુવતીએ બોટાદના મહેશ કરશનભાઈ ઘાઘરેટીયા નામના સખ્સે એપ્રિલ માસ દરમિયાન મોબાઈલ પરની એપ્લીકેશન વોટ્સએપ પર સંપર્ક કરી, વોઈવ્સ કોલ અને વિડીઓ કોલ તથા મેસેજીસ કાર્ય હતા. આ સખ્સે બીભત્સ વાતચીત કરી બીભત્સ માંગણી કરી પજવણી કરી હતી. આ ઉપરાંત સખ્સ વિડીઓ કોલમાં કપડા પણ કાઢી બીભત્સ હરકતો કરતો હતો. જેને લઈને યુવતીએ આરોપી સામે સીટી બી ડીવીજન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ એ જ સખ્સ છે જેને રાજ્યભરની અનેક યુવતીઓના મોબાઈલ પર આવી હરકતો કરી હતી. આ સખ્સ સામે બોટાદ પોલીસે કાર્યવાહી કરી જેલ હવાલે કર્યો હતો જામનગર પોલીસે આ સખ્સનો કબજો મેળવવા તજવીજ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here