ધરપત : સૌરાષ્ટ્ર પરથી વાવાઝોડાની ઘાત ટળી, છતાં ગુજરાત પર ખતરો યથાવત

0
3778

જામનગર અપડેટ્સ  : જામનગર સહીત સૌરાષ્ટ્રના સાગર કિનારા પર તૌકતે વાવાઝોડાનો મંડરાયેલ ખતરો હાલ ટળી ગયો છે એમ હવામાન વિભાગે અણસાર આપ્યા છે. સવારે સાત વાગ્યાની સ્થિતિની વાત કરીએ તો વાવાજોડુ મુંબઈને સ્પર્શી દક્ષીણ ગુજરાતના સાગરકિનારેથી અંદર આવે તેવી સંભાવના સેવાઈ રહી છે. જો કે હજુ પણ સૌરાષ્ટ્રના બંદરો પર ગઈ કાલે જ બે નંબરનું લગાવી દેવાયેલ સિગ્નલ યથાવત રાખી માછી મારોને પરત બોલાવી લેવામાં આવ્યા છે.

આજે સવારે નવ વાગ્યે હવામાનનું આંકલન કરતી વિન્ડી વેબસાઈટ પરથી લીધેલી તસ્વીરો

અરબી સમુદ્રમાં આકાર પામેલ ‘તૌકતે’ વાવાઝોડાના ખાતરાને લઈને સૌરાષ્ટ્રના દરીયાકાઠાના તમામ જીલ્લાઓમાં વહીવટી પ્રસાસને અગમચેતી રૂપે આગોતરી વ્યવસ્થા કરી છે. ખાસ જામનગર સહિતના જીલ્લાઓના પ્રસાસને દરિયો ખેડવા ગયેલ માછીમારોને પરત બોલાવી લીધા છે. ઉપરાંત દરેક તાલુકામાં એક ક્લાસ વન ઓફિસરની નોડલ અધિકારી તરીકેની જવાબદારી ફિક્સ કરી છે. દરિયાકાઠાના વિસ્તારોના ૧૫ કિમી આસપાસ જરૂર પડ્યે  નાગરિકોનું સ્થળાંતર કરવામાં આવે તો તે સ્થળો પણ નક્કી કરી લેવામાં આવ્યા છે. જામનગર જીલ્લામાં આવા ૬૧ સ્થળો રિજર્વ રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત વીજળી, પાણી અને આરોગ્ય તથા પરીવહન વ્હ્યવસ્થા પણ અગાઉથી નક્કી કરી લેવામાં આવી છે. આ ઉપરાંત માછીમારી  કરવા ગયેલ ૩૭ બોટ ગઈ કાલે જ પરત આવી ગયી હતી આજે વધુ ૧૮૫ બોટ જીલ્લાના જુદા જુદા બંદરો પર આવી જશે. આ ઉપરાંત બંદર પર ગઈ કાલે જ બે નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું હતું. આ આયોજન વચ્ચે આજે સૌરાષ્ટ્ર માટે સારા સમાચાર આવ્યા છે. હવામાન વિભાગે કરેલ આગાહી મુજબ પવનની દિશા પ્રમાણે હવે વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયા કિનારે નહી પરંતુ મુબઈથી કાંઠાળ વિસ્તારમાંથી દક્ષીણ ગુજરાત-સૌરાષ્ટ્ર વચ્ચેના ખંભાતના અખાતમાંથી ભરૂચ અને વડોદરા વચ્ચેના  વિસ્તારમાંથી અંદર પ્રવેશ કરશે, જમીન પર આવતા તેની ઝડપ ઓછી થઇ જશે. એમ પણ હવામાન વિભાગે કહ્યું છે. હવામાન વિભાગની આ આગાહીને લઈને સૌરાષ્ટ્રમાં ધરપત થઇ છે.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here