વાવાજોડું : રિલાયન્સ થી પડધરી સુધીનો ધોરીમાર્ગ ગ્રીન કોરીડોર, હેલીકોપ્ટરની પણ મદદ લેવાશે

0
2879

જામનગર : તૌકતે વાવાઝોડાના ખતરાને લઈને જામનગર પ્રસાસને સંપૂર્ણ સજ્જ હોવાનો દાવો કર્યો છે. જીલ્લાના ૨૨ ગામોને હાઈ એલર્ટ જાહેર કરાયા છે. એનડીઆરએફની બે ટીમને ચાર ભાગમાં વેચી ચાર જગ્યાએ તૈનાત કરાઈ છે. કોરોનાને લઈને ઓક્સીજન પરિવહનમાં વિક્ષેપ ન આવે તે માટે રિલાયન્સથી પડધરી સુધીનો ધોરીમાર્ગ ગ્રીન કોરીડોર જાહેર કરાયો છે. તેમજ જામનગરમાં તૈનાત એરફોર્સ, નેવી અને આર્મી તેમજ એસએસબીના જવાનોની મદદ લેવાશે આ ઉપરાંત એરફોર્સના હેલીકોપ્ટરની પણ મદદ માંગવામાં આવશે. બીજી તરફ કોવિડ હોસ્પિટલમાં વીજળી, ઓક્સીજન અને અન્ય તબીબી સાધનોની આપૂર્તિ કરી દેવામાં આવી છે એવો દાવો વહીવટી તંત્રએ કર્યો છે.

જામનગર જીલ્લામાં દરિયા કિનારાના ૨૨ ગામડાઓના ૨૯૦૦ લોકોના સ્થળાંતર માટે ૬૧ આશ્રય સ્થાનો નિશ્ચિત કરી દેવામાં આવ્યા છે. દરેક તાલુકામાં એક-એક ક્લાસ વન અધિકારીની નોડલ અધિકારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત જામનગરના બંદરો પર બે નંબરનું સિગ્નલ યથાવત રાખવામાં આવ્યું છે. જામનગર કલેકટરના જ જણાવ્યા અનુસાર સંભવત સોમવારે મોડી રાત્રે વાવાજોડી સૌરાષ્ટ્રના જમીન પર ત્રાટકશે. જેને લઈને અરબી સમુદ્રમાં રહેલ જિલ્લાની 752 માચ્છીમારી બોટ પરત બોલાવાઈ છે. જિલ્લાના 22 ગામડાઓને હાઈ એલર્ટ કરાયા છે આ ગામડાઓના નાગરિકોને જરૂરી સમય સ્થળાંતર કરવા પડે તો જુદા જુદા 61 સ્થળોને આશ્રય સ્થાન નક્કી કરાયા છે. જામનગરની કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજન સહીતની વ્યવસ્થા માટેનુ આયોજન કર્યુ છે, તેમજ જનરેટર સહીતની વ્યવસ્થા કરી છે. વિજળી માટે વ્યવસ્થા કરી છે. હોસ્પિટલમાં 8 અને 9 માળેથી દર્દીઓને અન્ય જગ્યાએ સ્થળાંતર કરાશે.

વાવાજોડાની રોડીયેશ 100 કીમીના વિસ્તારને અસર કરશે એવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ચક્રવાતની ઝડપ 100 થી 150 કીમી રહેશે. પીજીવીસીએલની ટીમ તેમજ જેટકોની ટીમને સજજ કરવામાં આવી છે. તાલુકા મથકે લાઈજનીંગ ઓફિસરને જવાબદારી સોંપી છે. 7 સ્થળોએ અગરિયાઓ તેમજ 22 જેટલા ગામનો સ્થાળાંતર કરાશે. ૨૯૦૦ જેટલા લોકોને સ્થળાંતર કરવાની તૈયારી કરી લેવામાં આવી છે. કલેકટર દ્વારા લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. ખેડૂતોને અપીલ કરી જણસીને સલામત સ્થળે રાખવા અપીલ કરી છે. ઓકસીજનની પરીવહન માટેના રસ્તાઓ કાર્યરત રહેશે તે માટે તકેદારી રાખશે. આ ઉપરાંત આર્મી ની 4 ટીમ, નેવી માથી 100 જવાનો, એસએસબીના 200 જવાનો અને વરસાદ બાદ તાકીદની મદદ માટે એરફોર્સના હેલિકોપટર તૈનાત કરાયા છે.

કોરોનાંની બીમારીને લઈને દેશભરમાં જ્યાંથી ઓકસીજનનો જથ્થો સપ્લાય થાય છે તે રિલાયન્સ કંપનીથી જામનગર-ધ્રોલ અને પડધરી સુધીનો ધોરીમાર્ગ કોરીડોર જાહેર કરાયો છે. તૌકતેને લઈને જીલ્લામાં બચાવ કાર્યને લઈને તમામ તૈયારીઓ કરી લેવામાં આવી હોવાનો તંત્રએ દાવો કર્યો છે. બીજી તરફ એરફોર્સ દ્વારા હેલીકોપટર મારફતે ગ્રામ્ય વિસ્તારમાં લોકોને વાવાઝોડા અંગે સચેત કરી સુરક્ષિત જગ્યાએ આશ્રય લેવા અપીલ કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here