જામજોધપુર ગ્રામીણ વિકાસ બેંકમાં થઇ ચોરી, તિજોરીમાં હતા આટલા જ રૂપિયા

0
778

જામનગર : જામનગર જીલ્લાના જામજોધપુર તાલુકા મથકે આવેલ ધ ગુજરાત સ્ટેટ કો. ઓપરેટીવ એગ્રીકલ્ચર બેંકની બ્રાંચમાંથી ચોરી થયાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. જેમાં નાની તિજોરી તોડવામાં સફળ થયેલ તસ્કરો મામુલી રકમ ચોરી ગયા હોવાનું સામે આવ્યું છે.

જામજોધપુર તાલુકા મથકે સ્ટેશન રોડ નગર પાલીકા કોમ્પલેક્ષમાં આવેલ ધી ગુજરાત સ્ટેટ કો.ઓપ. એગ્રી. એન્ડ રૂરલ ડેવલોપમેન્ટ બેન્ક લી.ની બ્રાન્ચને તા:-૧૧/૦૮/૨૦૨૦ના સાંજે સાડા પાંચથી તા:-૧૩/૦૮/૨૦૨૦ના નવ વાગ્યા સુધીના ગાળા દરમિયાન કોઈ તસ્કરોએ નિશાન બનાવી હતી, શાખાના આગળના દરવાજા પાસે આવેલ બારીની જારીને તોડીને બેન્કમા પ્રવેશ કરી અજાણ્યા તસ્કરોએ કોઇપણ ઓજાર વડે બેન્કના ગોદરેજ કંપનીની મોટી તિજોરી તથા જુનો કબાટનો દરવાજો તથા બે નાની તિજોરીઓ તોડી નુકસાની કરી હતી. તસ્કરો નાની તિજોરીમા રાખવામાં આવેલ રોકડા રૂપિયા ૩૪૨૧ની ચોરી કરી લઇ ગયા હતા. આ બનાવ અંગે તાલુકાના ધ્રાફા ગામે રહેતા બેંક મેનેજર અશોકસિંહ કીર્તીસિંહ જાડેજાએ સ્થાનિક પોલીસને જાણ કરી ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અજાણ્યા તસ્કરો સામે આઈપીસી કલમ ૪૫૪,૪૫૭,૩૮૦,૪૨૭ મુજબ ફરિયાદ નોંધાવી હતી. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here