જામનગર: ડીવાયએસપી ચાવડા અને એલસીબીના પટેલને રાષ્ટ્રપતિ મેડલ

0
778

જામનગર : પોતાની કારકિર્દી દરમિયાન ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર જામનગર જીલ્લાના ડીવાયએસપી ચાવડા અને એલસીબીના પોલીસકર્મી ભરત પટેલની રાષ્ટ્રપતિ પુરસ્કાર માટે પસંદગી થઇ છે. આવતી કાલે સતાવાર જાહેરાત બાદ પોલીસ અધિકારી અને કોન્સ્ટેબલને રાષ્ટ્રપતિ પુરસ્કાર એનાયત કરવામાં આવશે.

જામનગરમાં એસટીએસસી સેલમાં ફરજ બજાવતા પોલીસ અધિકારી ડીવાયએસપી જે એસ ચાવડા અને એલસીબીમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી ભરતભાઈ પટેલની રાષ્ટ્રપતિ એવોર્ડ માટે પસંદગી થવા પામી છે. પોલીસ સેવા દરમિયાન ઉત્કૃષ્ઠ કામગીરી કરનાર ડીવાયએસપી જીગ્નેશ ચાવડાએ અનેક મોટા અને ગંભીર ગુનાઓના ભેદ ઉકેલ્યા છે. જામનગરમાં પણ એસસીએસટી સેલ ઉપરાંત અન્ય ચાર્જ દરમિયાન પોતાની આગેવાનીની કાબેલિયતના આધારે અનેક પ્રકરણમાં મહત્વની ભૂમિકા ભજવી છે. જયારે એલસીબીમાં ફરજ બજાવતા ભરત મુંગરાએ પોલીસ કોન્સ્ટેબલની ફરજ દરમિયાન જીલ્લાના જુદા જુદા પોલીસ દફતરમાં પોતાની કાબેલિયતનો પરચો કરાવ્યો છે. જેમાં જામનગર ઉપરાંત ધ્રોલ તાલુકા મથકે લુંટ, મર્ડર સહિતની અનેક વારદાત વખતે મહત્વપૂર્ણ કામગીરી કરી અનેક ગુનાઓના ભેદ ઉકેલવામાં પોતાની કુનેહ કામે લગાડી હતી. ભરતભાઈ હાલ એલસીબીમાં ફરજ બજાવી રહ્યા છે. છેલ્લા ત્રણ-ચાર વર્ષમાં એલસીબીમાં પણ મુંગરાએ મહત્વ પૂર્ણ કામગીરી કરી છે. આ ફરજને લઈને ડીવાયએસપી ચાવડા અને પોલીસકર્મચારી મુંગરાની રાષ્ટ્રપતિ એવોર્ડ માટે પસંદગી થઇ છે. જામનગર અપડેટ્સ બંનેને અભીનંદન પાઠવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here