નાયબ મામલતદારનું દિલ મળી ગયું સાળી સાથે, પછી પત્નીએ કર્યું આવું..

0
1074

જામનગર : આજકાલ સામાજિક સબંધોની ગહનતામાં ઓટ આવી હોય એવા અનેક ઘટનાઓ સામે આવી છે. અનૈતિક કહી સકાય એવા સબંધનો અંત હમેશા ખરાબ જ આવે છે આવું જ થયું છે રાજ્યના એક નાયબ મામલતદાર સાથે, સરકારીબાબુનું દિલ મળું ગયું સાળી સાથે, આ સબંધો અંગે આખરે ખબર પડી તેની પત્નીને, બહેન જ સૌતનના રૂપમાં હોવાનું સામે આવતા સરકારી બાબુની પત્નીએ એવું કર્યું કે હાલ પરિવાર થરથરી ગયો છે.

આ ઘટના છે અમદાવાદ અને મહેસાણાની, એક મહિલા પહોચી અમદાવાદના સાબરમતી પોલીસ દફતરમાં, મહેસાણા ખાતે નાયબમામલતદાર તરીકે ફરજ બજાવતા સરકારી બાબુની પત્નીએ પોતાની દાસ્તાન પોલીસને સંભળાવી હતી. જેને લઈને પોલીસે નાયબ મામલતદાર અને તેના પરિવાર સામેં સ્ત્રી અત્યાચાર ધારાઓ મુજબ ફરિયાદ નોંધી હતી. જેમાં આ મહિલાની શૌતન બની તેની જ બહેન, મહિલાના આરોપ મુજબ સરકારી બાબુ એવા પતિને સાળી સાથે પ્રેમ સબંધ બંધાઈ ગયો છે. જેને લઈને પત્ની પર પતિ તેમજ પરિવારનો ત્રાસ શરુ થયો છે. જે ધીરે ધીરે અસહ્ય બનતા આખરે તેણીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. સાલી આધી ઘરવાલી જેવી છીછરી કહેવત અને માનસિકતા આજે પણ સમાજમાં જોવા મળે છે એ બનાવ ઉદાહરણ છે. જો સમાજમાં જીજા-સાળીના આવા સબંધ ઘર ભંગનું પરિમાણ બનતા હોય તો સમાજચિંતકોએ આ બાબતે વિચારવાની પણ જરૂર છે સાથે સાથે સોસાયટીએ પણ સમજની જરૂર છે. કેમ કે સમાજની ધુરા સારા દામ્પત્ય જીવન પર ટકેલી હોય છે. મહેસાણા અને અમદાવાદની આ ઘટના ચોક્કસથી લાલબતી રૂપ કહી શકાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here