જબરી હો, સતાપર ગામે નવ મહિલાઓ જાહેરમાં જુગાર રમતા પકડાઈ

0
2549

જામનગર : જામજોધપુર તાલુકાના સતાપર ગામે તાલુકા પોલીસે દરોડો પાડી જુગાર રમતી નવ મહિલાઓને આંતરી લીધી હતી. પોલીસે તમામના કબજામાંથી રૂપિયા ૨૯ હજારની રોકડ કબજે કરી છે.

જામજોધપુર પોલીસે શુક્રવારે બપોરે બે વાગ્યે તાલુકાના સતાપર ગામે જુગાર સબંધિત દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન જુગાર રમી રહેલ મહેશભાઈ પથુભાઈ વાઢેરના પત્ની મનીષાબેન, જગમાલભાઈ ભીમાભાઈ પરમારની પુત્રી ગીતાબેન, હીતેષભાઈ બાલુભાઈ ડોડીયાની પત્ની આરતીબેન, પુંજાભાઈ કરશનભાઈની પત્ની જાનુબેન, રાજેશભાઈ માધાભાઈ પરમારની પત્ની મનંછાબેન ઉર્ફે મનીષા, નરેંન્દ્રભાઈ લખમણભાઈ પરમારની પત્ની જોષનાબેન, મનીષભાઈ બાબુભાઈ વાઢેરની પત્ની કાજલબેન અને કારાભાઈ જીવાભાઈ પાટડીયાની પત્ની ભાવનાબેન, અરજંણભાઈ જીવાભાઈ પાટડીયાની પત્ની નીરુપાબેન સહિતના નવ મહિલાઓ આબાદ પકડાઈ ગયા હતા. આ મહિલાઓ તીન પતિનો જુગાર રમતા હોવાનું સામે આવ્યું છે. પોલીસે તમામના કબજામાંથી રૂપિયા ૨૯ હજારની રોકડ કબજે કરી જુગારધારાઓ મુજબ ફરિયાદ નોંધી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here