સુરત : હેડકોન્સ્ટેબલ પાંચ હજારની લાંચ લેતા પકડાયો

0
983

સુરત શહેરના સરથાણા પોલીસ દફતરના ડી સ્ટાફના એક પોલીસકર્મીને એસીબીની ટીમે રૂપિયા પાંચ હજારની લાંચ લેતા પકડી પાડ્યો છે. દારૂ સાથે પકડાયેલ બાઈક છોડાવવા માટે આરોપી પોલીસ કર્મીએ  દસ હજાર રૂપિયાની લાંચ માંગી પાંચ હજાર લેતા પકડાઈ ગયો હતો.

સુરતના સરથાણા પોલીસ સ્ટેશનના ડી સ્ટાફમાં ફરજ બજાવતા શક્તિભાઈ દાજીભાઈ ગઢવીએ તાજેતરમાં દારુ સબંધિત કાર્યવાહી કરી હતી. જેમાં મોટરસાયક સાથે એક સખ્સને પકડી પડ્યો હતો. જે બાઈક પકડાયું તે બાઈક આરોપીના ભાઈબંધનું હતું. જેને છોડાવવા માટે અને દારૂનો કેસ નહી કરવા બાબતે પોલીસકર્મી ગઢવીએ રૂપિયા દસ હજારની લાંચ માંગી ગુનો નોધવાની ધમકી આપી હતી. થોડી રકજક બાદ મામલો પાંચ હજાર પર આવ્યો હતો જેને લઈને ફરિયાદીએ એસીબીનો સંપર્ક કર્યો હતો. જેને લઈને સુરત એસીબીની ટીમે લસકાણા પોલીસ દફતર પાસે ટ્રેપ ગોઠવી હતી. જેમાં હેડકોન્સ્ટેબલ શક્તિદાન દાજીદાન ગઢવી ફરિયાદી પાસેથી રૂપિયા પાંચ હજારની લાંચ લેતા આબાદ પકડાઈ ગયા હતા. દારૂનો કેસ નહી કરવા અને બાઈક પણ છોડી દેવા માટે રધુભાઇ ગલાણી નામના ખાનગી વ્યક્તિએ કોન્ટેબલ વતી વાતચીત કરી હતી. જો કે ટ્રેપ વખતે તે હાજર નહી મળતા તેને ફરાર દર્શાવાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here