જામનગર : કુખ્યાત હુસનો ચોર પકડાયો, ત્રણ મહિનામાં કરી પાંચ ચોરી

0
1638

જામનગર જીલ્લા સહીત અનેક સ્થળોએ અનેક વખત ચોરી કરી નામચીન બની ગયેલ હુસેન ઉર્ફે હુસના ચોરને એલસીબીએ દબોચી લીધો છે. આ વખતે આરોપીએ છેલ્લા ત્રણ  મહિનામાં જામનગરમાં આચરેલ પાંચ ચોરી કરી હોવાની કબુલાત કરી સોના-ચાંદીના દાગીના કબજે કર્યા છે. બીજી તરફ આરોપીની પૂછપરછમાં દાગીના ખરીદનાર સોનીની સંડોવણી ખુલવા પામી છે. પોલીસે સોનીને ફરાર દર્શાવી ધરપકડ કરવા તજવીજ શરુ કરી છે.  

જામનગરમાં હરીયા સ્કુલની પાછળ, જેનદેરાસર પાસે રહેતા ભરતભાઇ કાંતીલાલ કારીયા આજથી આશરે અઢી-ત્રણ મહિના પહેલા પોતાના પુત્રના ઘરે અમદાવાદ ખાતે ઘરને તાળા મારી ગયેલ ત્યારે પાછળથી કોઇ અજાણયા ચોર ઇસમએ ફરીયાદીના મકાનના તાળા તોડી મકાન માંથી સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી કુલ રૂ. ૧,૪૦,૯૧૩ની ચોરી કરી લઇ જતા ફરીયાદીએ સીટી સી ડીવી પો.સ્ટે.માં અજાણયા ચોર વિરૂધ્ધ ફરીયાદ લખાવેલ હતી. ઉમૈદભાઇ ભીમાભાઇ રાઠોડ રહે. કૈલાશધામ, યાદવનગર જામનગર વાળા તથા તેમની બાજુમાં રહેતા સંજયભાઇ ભીખુભાઇ ચાવડા પોતાના મકાનને તાળા મારી બહારગામ ગયેલ હતા. તે દરમ્યાન કોઇ અજાણયો માણસ તાળા તોડી મકાન માંથી સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી કુલ રૂ. ૧,૪૮.૮૫૦/ની ચોરી થવા પામી હતી. ત્રણેક માસ પૂર્વેની ચોરીમાં જામનગરનો કુખ્યાત ચોર હુસનો ચોર સંડોવાયેલ હોવાની એલસીબીને હકીકત મળી હતી જેના આધારે એલસીબીએ આરોપીનું લોકેશન ટ્રેસ કર્યું હતું. જેમાં આ સખ્સ ચાંદી બજાર આસપાસ હોવાનું સામે આવતા એલસીબીની ટીમે ચાંદી બજાર પહોચી વોચ ગોઠવી હતી. જેમાં શંકાસ્પદ હાલતમાં નીકળેલ હુસનાને પોલીસે આંતરી લીધો હતો એલસીબીએ આરોપી હુશેનભાઇ ઉર્ફે હુશનો ચોર અલીભાઇ જોખીયા રહે. ધરારનગર-૧, સલીમબાપુ ના મઢેશા પાસે, જામનગર વાળાના કબ્બામાથી સોના ચાંદીના દાગીના કિ.રૂ. ૫૩,૨૫૦ તથા રોકડ રૂ. ૩૨,૦૦૦ મળી કુલ રૂ. ૮૫, ૨૫૦ નો મુદામાલ મળી આવતા કબજે કરવામાં આવ્યો છે. હુસનાએ ચોરી કરી અમુક મુદ્દામાલ જામનગરના જ સોની સનત પાલાને વેચી નાખ્યો હોવાનું સામે આવ્યું છે. જેને લઈને પોલીસે સોની વેપારી સુધી પહોચવા કવાયત શરુ કરી છે.

 કઈ કઈ ચોરી આચરી છે હુસનાએ ???

(૧) આજથી ત્રણેક મહિના પહેલા ગુરૂધ્વારા, ગોકુલ હોસ્પીટલની પાછળ એક મકાનના તાળા તોડી સોનાની વીટી તથા કેમેરાની ચોરી કરેલ છે.

(ર) આજથી અઢી મહિના પહેલા હરીયા સંકુલની પાછળ, જૈન દેરાસર પાસે એક મકાનના તાળા તોડી સોના ચાંદીના દાગીના તથા રોકડ રૂપીયાની ચોરી કરેલ છે.

(૩) આજથી પંદરેક દિવસ પહેલા વાલ્વેશ્વરીમાં એક કેબીનના તાળા તોડી રોકડ રૂ. પ000/- ની ચોરી કરેલ છે.

(૪) આજથી દસ બાર દિવસ પહેલા ઢીચડા રોડ ઉપર ભકિતનગરમાં એક મકાનના તાળા તોડી સોનાના ઓમકાર તથા રોકડ રૂપીયાની ચોરી કરેલ છે.

(૫) આજથી સાતેક દિવસ પહેલા યાદવનગર કૈલાશધામ માં બે મકાનના તાળા તોડી સોના ચાંદીના દાગીના તથા રોકડની ચોરી કરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here