જામનગર : જેના અંતિમસંસ્કાર કરાયા તે વૃદ્ધ બીજા દિવસે સાક્ષાત ઘરે આવ્યા, પછી ?

0
3573

ગુમ થયેલ સ્વજનનો મૃતદેહ મળ્યા બાદ સબંધીઓ અગ્નિ સંસ્કાર કરી નાખે, પછી બીજા જ દિવસે એ મૃતક અચાનક ઘરે આવી ચડે ત્યારે સ્વજનની હાલત કેવી થાય ???? બસ આવો જ બનાવ બન્યો છે જામનગરમાં, હકીકતે જે મૃતકના અંતિમ સંસ્કાર કરી નાખવામાં આવ્યા તે જામનગરના જ અન્ય પરિવારના સ્વજન હતા, વાત એમ છે કે શહેરમાંથી એક જ ચહેરો ધરવતા બે વૃદ્ધ ગુમ થઇ ગયા બાદ આ ઘટના ઘટી છે, વા સંજોગોમાં ઘટી ઘટના..કેમ અને ક્યાં ચૂક રહી ગઈ ? ચોકાવનારી ઘટનાની સમગ્ર વિગતો વિસ્તારથી જાણીએ.

જીવિત અને મૃતક વૃધ્ધની અનુક્રમે તસ્વીર

જામનગરમાં કાલાવડ નાકા બહાર રહેતા સતાવારા પરિવારના પ્રૌઢ બે દિવસથી ગુમ થઇ ગયા હતા. જેને લઈને પુત્ર સહિતના પરિવારે સીટી એ ડીવીજનમાં પ્રૌઢ દયાળજીભાઈ રાઠોડ ગુમ થઇ ગયાની નોંધ કરાવી હતી. વૃદ્ધ ગુમ થઇ જતા પરિવાર ચિંતામાં ગરકાવ થઇ ગયો હતો. અનેક જગ્યાએ શોધખોળ કરી પણ પરિણામ ન મળ્યું, ગઈ કાલે શનિવારે સીટી એ ડીવીજનમાંથી ફોન આવ્યો પણ શોક જન્માવનારો ફોન હતો. પોલીસે વૃદ્ધના પુત્ર રાજેશ રાઠોડને જે કહ્યું તેનાથી પુત્ર સહિતના પરિવારને આંચકો લાગ્યો હતો. ગુમ શહેરના દેવુભાના ચોકમાં રહેતા પરિવારે દયાળજીભાઈના અંતિમ સંસ્કાર કરી નાખ્યા છે. એમ સંભાળતા જ પ્રૌઢના પુત્ર સહિતનાઓ વિસામણની સાથે શોકમાં ગરકાવ થઇ ગયા હતા. જે થઇ ગયું તે થઇ ગયું એમ માની દયાળજીભાઈનો પરિવાર શહેરના સમશાને પહોચ્યો હતો અને ત્યાં સચવાયેલ અસ્થીઓને લઇ ઘરે આવી શોક પાળ્યો છે.

વાત જાણે એમ છે કે જામનગરમાંથી શનિવારે સવારે ભોયના ઢાળિયા પાસેથી એક વૃદ્ધનો મૃતદેહ મળ્યો હતો. પોલીસે દેહ કબજે કર્યો અને પરિવાર સુધી પહોચવા પ્રયાસો કર્યા હતા. જેમાં મોટાભાગનાએ આ દેહ દેવુભાના ચોકમાં રહેતા કેશુભાઈ મકવાણાનો હોવાની ઓળખ આપી હતી. જેને લઈને પોલીસે વૃદ્ધના પરિજનોને બોલાવી ઓળખવિધિ કરાવી હતી. સ્થળ પર આવેલ વૃદ્ધની સગર્ભા પુત્રી દેહને જોઈને બેભાન થઇ ગઈ હતી. ઓળખ વિધિ થયા બાદ પોલીસે પરિવારને મૃતદેહ સોંપ્યો અને અંતિમ સંસ્કાર કરી દેવાયા હતા. પરંતુ ટ્રેજેડી હવે સર્જાશે એમ પરિવારને પણ ક્યા ખબર હતી !!

જે પિતાના અગ્નિ સંસ્કાર કરી દેવામાં આવ્યા તે પિતા બીજા દિવસે સવારે પુત્રીના ઘરે આવી પહોચ્યા, જેનેકેશુભાઈ મકવાણા વહેલી સવારે તેની પુત્રીના ઘરે આવી પહોચતા પુત્રી અને જમાઈ તો ડરી જ ગયા હતા. થોડી હિમત કરી કેશુભાઈને પૂછતા સમગ્ર ઘટના પરથી પરદો ઊંચકાયો હતો, જેને લઈને કેશુભાઈના જમાઈએ પોલીસને જાણ કરી હતી. પોલીસે તપાસ કરતા ખબર પડી કે જેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે તે બે દિવસ પૂર્વે ગુમ થયેલ દયાળજીભાઈ હતા. પોલીસે બંને પરિવારને દફતર બોલાવી મામલો થાળે પાડ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here