મોરબી ડ્રગ્સ રેકેટ : જામનગરના બે સખ્સોનું નામ ઉછળ્યું

0
1956

દેવભૂમિ દ્વારકા જીલ્લાના સલાયા-ખંભાલીયા ખાતેથી મળી આવેલ ૩૧૫ કરોડના ડ્રગ્સ બાદ એક જ સપ્તાહના અંતરે મોરબી ખાતે એટીએસની ટીમ ખાબકી ૬૦૦ કરોડનો ડ્રગ્સનો જથ્થો પકડી પાડ્યો છે. સ્ટેટ એજન્સીએ મોરબી જીલ્લાના ઝીંઝુડા ગામેથી ચાર સખ્સોને ૧૨૦ કિલો હેરોઈન સાથે પકડી પાડી અમદાવાદ લઇ ગઈ છે. આ પ્રકરણમાં જામનગર અને જોડિયાના બે સખ્સોની સંડોવણી સામે આવી છે. જેને લઈને ફરી વખત હાલાર ડ્રગ્સ રેકેટમાં બદનામ થયું છે. જયારે એટીએસની ટીમે જે ચાર સખ્સો ઉઠાવ્યા છે તેમાં સલાયાના એક સખ્સનું નામ બહાર આવી રહ્યું છે. જેને લઈને આ રેકેટ સપ્તાહ પૂર્વેના રેકેટ સાથે સબંધ ધરાવતું હોવાનું પણ સુત્રો માંથી જાણવા મળ્યું છે.

દેશમાં જયારે જયારે ડ્રગ્સ પકડાયું છે ત્યારે ત્યારે અરબી સમુદ્ર અને ગુજરાત ચર્ચામાં આવ્યા છે. એમાય જામનગર, દેવભૂમિ દ્વારકા અને કચ્છ જીલ્લો વારે વખતે બદનામ થયો છે. પાડોશી દુશ્મન દેશની મેલી મુરાદ અને દેશદ્રોહીઓની દેશમાં હાજરી વચ્ચે આ રેકેટ સમયાન્તરે સામે આવતું રહ્યું છે. ગત સપ્તાહે દેવભૂમિ દ્વારકા જીલ્લાના સલાયા અને ખંભાલીયા ખાતેથી ૩૧૫ કરોડના ડ્રગ્સ પ્રકરણમાં પોલીસ હજુ કડીઓ મેળવી રહી છે. ત્યાં જ રાજ્યની સ્ટેટ એજન્સી એટીએસ દ્વારા ગઈ કાલે મોરબી જીલ્લામાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. મોરબીના ઝીંઝુડા ગામે દરોડો પાડી એટીએસની ટીમે ચાર સખ્સોને ૧૨૦ કિલો ડ્રગ્સના જથ્થા સાથે પકડી પાડ્યા છે. આ ડ્રગ્સ પ્રકરણમાં જામનગર અને જોડિયાના બે સખ્સોની સંડોવણી બહાર આવી હોવાનું આધારભૂત સુત્રોમાંથી જાણવા મળ્યું છે. અગાઉ આવી જ પ્રવૃત્તિમાં ચર્ચામાં આવેલ બંને સખ્સોએ રીસીવરની ભૂમિકા ભજવી હોવાનું અને આ જથ્થો સરહદ પારથી જ આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. જો કે આ પ્રકરણના તાર સલાયા પ્રકરણ સાથે જોડાયેલ છે કે કેમ તે હજુ સ્પષ્ટ થયું નથી પણ સુત્રોનું માનવામાં આવે તો સલાયા રેકેટના ઈનપુટ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. આધારભૂત સુત્રોમાંથી જાણવા મળ્યા અનુસાર એટીએસ દ્વારા જે ચાર સખ્સોની ધરપકડ કરવામાં આવી છે તેમાં સલાયાના ગુલામ ભગાડ હોવાનું સામે આવ્યું છે. જો કે સતાવાર વિગતો હવે જાહેર કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here