ખંભાલિયા અપડેટ્સ : આરોપીઓના ક્રિકેટના સટ્ટા બાબતે ફેસબુક લાઈવમાં બોલતા યુવાનને નગ્ન કરી ફેરવાયો, આવી છે ફરિયાદ

0
1127

જામનગર અપડેટ્સ : દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાલીયા ખાતે એક યુવાનને નગ્ન કરી ભરી બજારમાં ફેરવવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. પોલીસે બંને સખ્સોની અટકાયત કરી લેવામાં આવી છે. બનાવનું કારણ ફરિયાદમાં સ્પષ્ટ થયું છે.

જીલ્લાના વડામથક ખંભાલીયા ખાતે આજે સવારે એક ગજબનો કિસ્સો સામે આવ્યો હતો. ભર બજારમાં બે સખ્સોની વચ્ચે એક સંપૂર્ણ નગ્ન અવસ્થામાં જોવા મળ્યા હતા. બે બંધુઓની વચ્ચે સંપૂર્ણ નગ્ન હાલત બજારમાં ફરી રહેલ સખ્સને પરાણે ફેરવવામાં આવી રહ્યો હોવાની વિગતો સામે આવતા પોલીસની સાથે સભ્ય સમાજની આબરૂના ધજાગરા ઉડી ગયા છે. આ બનાવ અંગે પોલીસે ભોગગ્રસ્ત યુવાનની ફરિયાદ નોંધી છે. જેમાં સમગ્ર વિગતો સામે આવી છે.

જેમાં યુવાને તાજેતરમાં ફેસબુક લાઈવ થઈ ક્રિકેટના સટ્ટાના કેસના આરોપીઓ બાબતે ચર્ચાઓ કરી હતી. જેનું મનદુઃખ રાખી આરોપીઓએ કાવતરું રચી જુના શારદા સિનેમા પાસેથી યુવાનનું અપહરણ કર્યું હતું. અને ક્રેટા કારમાં ગોંધી વિરમદળ રોડ લઇ ગયા હતા અને ઢીકાપાટુંનો માર મારી પાંચ હજારનો મોબાઈલ તોડી નાખ્યો હતો. ત્યારબાદ નગ્ન કરી ફરી શહેરમાં લઇ આવી આરોપી માણસી ભોજાણી અને કાના જોધા ભોજાણીએ ઢીકા પાટુંનો માર મારી બદનામ કરવાના ઈરાદાથી નગ્ન હાલતનું રેકોર્ડીંગ કરી વિડીયો વાયરલ કરાવડાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે આ બંને ઉપરાંત તેના અન્ય ભાઈઓ ભારા જોધા ગઢવી, પ્રતાપ જોધા ગઢવી, જોધા ગઢવી, કિરીટ જોધા ગઢવી  સામે અપહરણ, કાવતરું, ગોંધી રાખવા અને મારમારવા તેમજ નગ્ન કરી ફેરવવા તથા જાનથી મારી નાખવાની ધમકી આપવા સબબ ફરીયાદ નોંધી હતી. હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here