જામનગર : વધુ એક દસ પાસ કરેલ ‘બોગસ ડોક્ટર’ પકડાયો

0
568

જામનગર : જામનગરમાં ગુલાબનગર વિસ્તારમાં એસઓજી પોલીસે કોઈ પણ ડીગ્રી વગર મેડીકલ પ્રેક્ટીસ કરતા એક બોગસ ડોક્ટરને ઉઠાવી લીધો છે. આ સખ્સ લાંબા સમયથી અહી કલીનીક ચલાવી જનઆરોગ્ય સાથે ચેડા કરતો હોવાનું સામે આવ્યું છે. માત્ર ધોરણ દસ સુધી ભણેલ સખ્સના ક્બ્જામાંથી સ્ટેથોસ્કોપ અને અલગ અલગ એલોપથી દવાનો જથ્થો મળી આવ્યો છે.

જામનગરમાં વધુ એક બોગસ તબીબને એસઓજી પોલીસે પકડી પાડ્યા છે. ગુલાબનગર વિસ્તારમાં બીજા ઢાળીયો ઉતરતા ગલીમાં એક મુકેશ મનસુખભાઈ બગથરિયા નામનો સખ્સ ડીગ્રી વગર દવાખાનું ચલાવી જનઆરોગ્ય સાથે ચેડા કરતો હોવાની એસઓજીને હકીકત મલી હતી જેના આધારે પોલીસે આ દિશામાં કાર્યવાહી કરી હતી. જેમાં આરોપી પોતાનાં રહેણાંક મકાને દર્દીઓને તપાસી અલગ અલગ દવાઓ આપી પૈસા વસુલ કરતો મળી આવ્યો હતો. આ સખ્સના કબજામાંથી એક સ્ટેથોસ્કોપ અને એક બીપી માપવાનું મશીન તેમજ અલગ અલગ દવાઓ પણ મળી આવી હતી. જેને લઈને એસઓજીએ આ સખ્સની ધરપકડ કરી સીટી બી ડીવીજન પોલીસમાં મેડીકલ પ્રેક્ટીશનર એક્ટ મુજબ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ આરોપીને કોર્ટ સમક્ષ રજુ કરી  આગળની તજવીજ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here