દ્વારકાના પૂર્વ એએસપી સામે ભ્રષ્ટાચારનો સણસણતો આક્ષેપ, તપાસના આદેશ

0
2410

જામનગર : સુરતના ટ્રાફિક ડીસીપી સહિતની ટીમ સામે એક કરોડના ક્રેઇન કૌભાંડની વિગતોના પગલે પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે. દેવભૂમિ દ્વારકા જીલ્લાના પૂર્વ એએસપી રહી ચુકેલા પ્રશાંત શુમ્બે સામે થયેલ આક્ષેપોના પગલે કમિશ્નર દ્વારા જામનગરના પૂર્વ એસપી અને હાલ ટ્રાફિક અને ક્રાઈમ ડીઆઈજી શરદ સિંઘલને તાસ સોપવામાં આવી છે.


જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ફરજ બજાવી ચુકેલા બે આઈપીએસ હાલ રાજ્યમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. જેમાં દ્વારકા જીલ્લાના પૂર્વ એસપી પ્રશાંત શુમ્બે હાલ ટ્રાફિક શાખાના ડીસીપી તરીકે સુરત ખાતે ફરજ બજાવી રહ્યા છે. ટ્રાફિક શાખાની ફરજ દરમિયાન લોકડાઉનમાં પણ ક્રેઇનના ભાડા સબબ ડીસીપીએ રૂપિયા બે કરોડ બે લાખ ચૂકવી દીધા હોવાની વિગતો સામે આવી છે જો કે લોકડાઉન દરમિયાન ટોઈંગ કામગીરી કરવામાં આવી ન હોવા છતાં પણ આ પેમેન્ટ ચૂકવી દેવાતા ડીસીપી શુમ્બે સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવ્યા છે. આરટીઆઈ એક્ટીવીસ્ટ દ્વારા કરવામાં આવેલી અરજીમાં આ પ્રકરણનો ખુલ્લાસો થયો હતો. ટ્રાફિક શાખાના એસીપીના અભિપ્રાય મુજબ કોઈકામગીરી કરવામાં ન આવી હોવાથી ભાડું ચુકવવું ન જોઈએ એવો અભિપ્રાય આપ્યો હોવા છતાં ડીસીપીએ કેમ પેમેન્ટ ચૂકવી દીધું એ પણ મોટો સવાલ છે ત્યારે આ સમગ્ર પ્રકરણમાં ભ્રષ્ટાચાર થયો હોવાની ગંધ આવી જતા સુરત પોલીસ કમિશ્નર અજય કુમાર તોમરે ટ્રાફિક અને ક્રાઈમ શાખાના ડીઆઈજી એવા જામનગરના પૂર્વ એસપી શરદ સિંઘલને તપાસ સોંપી છે. એક કરોડના ભ્રષ્ટાચારના આક્ષેપને લઇને હાલારના બે પૂર્વ આઈપીએસ રાજ્યભરમાં હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. એક અધિકારી પર આક્ષેપ છે તો અન્ય અધિકારી આ પકરણની તપાસમાં જોડાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here