જામનગર અપડેટ્સ : વડોદરાના કરજણ પંથકમાં પ્રચાર દરમિયાન મીડિયા બ્રિફ કરતા ડેપ્યુટી સીએમ પર જુતું ફેકવાના બનાવને લઈને ભાજપ- કોંગ્રેસ સામસામે આવી ગયા બાદ પોલીસે આજે મોડી રાત્રે પરદો ઊંચક્યો છે. મોબાઈલ ઓડિયો પરથી સમગ્ર પ્રકરણ ઉકેલાઈ ગયું હોવાનું પોલીસે જણાવ્યું છે. રશ્મિન પટેલ અને અમિત પંડ્યા વચ્ચેની વાતચીત પરથી પોલીસે રશ્મિનને પકડી પાડ્યો છે. પોલીસે જન પ્રતિનિધિ ધારાઓ મુજબ કાર્યાવાહી હાથ ધરી છે.

સોમવારે રાત્રે કરજણ બેઠક પર પ્રચાર કર્યા બાદ મીડિયાને બ્રિફ કરતી વેળાએ કોઈએ રાજ્યના ડેપ્યુટી સીએમ નીતિન પટેલ ઓર જુતું ફેંક્યું હતું. આ બાબતની ગંભીરતાને લઈને આઈજી અને એસપીના સીધા માર્ગદર્શન હેઠળ તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં પોલીસને મોડી રાત્રે સફળતા હાથ લાગી છે. એક મોબાઈલ ઓડિયોમાં બે વ્યક્તિઓ વચ્ચે થયેલ વર્તલાપના આધારે આ પ્રકરણ પૂર્ણ થયું હતું. જેમાં રશ્મિન પટેલ અને અમિત પંડ્યા વચ્ચે વાતચીત થાય છે કે ચપ્પલ ફેકકાનો પ્લાન સફળ રહ્યો છે. જેને લઈને પોલીસે રશ્મિનની ઓળખ મેળવી મોડી રાત્રે પકડી પાડયો છે. જો કે બંને શખ્સો પૈકી કોણે ચપ્પલ ફેંક્યું છે તે સ્પષ્ટ થયું નથી. આ બંને એ ચપ્પલ ફેંક્યું છે કે અન્ય એ એનો તાગ હવે મળશે. પોલીસે બંને શખ્સો સમયે જનપ્રતિનિધિ ધારા મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે. સુત્રોનું માનવામાં આવે તો અમિત પંડ્યા કોંગ્રેસ સાથે જોડાયેલો છે. સુત્રોનું માનવામાં આવે તો અમિત પંડ્યા વડોદરાનો છે અને કોગ્રેસ નો પ્રચાર પ્રશાર કરે છે. જો કે પક્ષ બાબતે પોલીસે પણ સ્પષ્ટ કર્યું નથી. આરોપી હાથ લાગ્યે વધુ વિગતો સામે આવશે એમ પોલીસે આશા વ્યક્ત કરી છે.