ભાણવડ : એક લાખની રોકડ સાથે જુગાર રમતા ‘ખેડૂતો’ પકડાયા

0
882

જામનગર અપડેટ્સ : દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના જામપર ગામે સ્થાનિક પોલીસે દરોડો પાડી વાડીની ઓરડીમાં જુગાર રમતા સાત ‘ખેડૂત’શખ્સોને પકડી પાડ્યા છે. પોલીસે એક લાખ ઉપરાંતની રોકડ કબજે કરી છે.

ભાણવડ તાલુકા મથકથી 17 કિમિ દૂર આવેલ જામપર ગામની સીમમાં અમીતભાઈ ઉર્ફે મુનાભાઈ ચંદુભાઈ ઘેટીયા જાતે પટેલ ઉ.વ ૩૮ ધધો ખેતી વાળો શખ્સ પોતાની વાડીની ઓરડીમાં બહારથી જુગાર રસિકો બોલાવી જુગાર રમાડતો હોવાની હકીકત મળી હતી. જેના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન વાડી માલિક સહિત નારાણભાઈ લાખાભાઈ ભાટીયા જાતે- આહીર ઉ વ ૪૬ ધંધો- ખેતી રહે જામપર ગામ તા.ભાણવડ જી.દેવભુમી દ્રારકા, વજશીભાઈ મારખીભાઈ કનારા જાતે-આહીર ઉ.વ-૩૫ ધંધો ખેતી રહે જામપર ગામ તા ભાણવડ જી.દેવભુમી દ્રારકા, દીનેશભાઈ ગોરધનભાઈ શીરા જાતે- પટેલ ઉ વ-૫૫ ધંધો-ખેતી રહે- સઈ દેવળીયા ગામ તા.ભાણવડ જી.દેવભુમી દ્રારકા,મુકેશભાઈ જાદવભાઈ પીપરોતર જાતે- સગર ઉ વ- ૪૦ ધંધો-ખેતી રહે- મોરઝર ગામ તા-ભાણવડ જી.દેવભુમી દ્રારકા, પુનાભાઈ રાણાભાઈ ભાટુ જાતે- આહીર ઉ વ ૪૫ ધંધો-ખેતી રહે- હાલ સુપેડી ગામ વાડી વિસ્તાર તા ભાણવડ જી.દેવભુમી દ્રારકા વાળા શખ્સોને આંતરી લીધા હતા. આ તમામ શખ્સોના કબ્જામાંથી રૂપિયા ૧,૦૪,૨૦૦ તથા મોબાઇલ નંગ ૬ કિ.રૂા ૧૨,૫૦૦ તથા મોટર સાયકલ નંગ ૫ કી.રૂ. ૮૫,૦૦૦ સહિત રૂ. ૨,૦૧,૭૦૦નો મુદામાલ કબજે કરી પોલીસે તમામની ધરપકડ કરી હતી. આ તમામ શખ્સોએ પોતાનો વ્યવસાય ખેતી દર્શાવ્યો છે. ગુનાહિત ઇતિહાસ ધરાવતા ખેડૂતો બાબતે સરકારી યોજનાઓના લાભને લઈને સરકારે ખરેખર વિચારણા કરવી જોઈએ એમ પણ માંગણી ઉતજવા પામી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here