જામજોધપુર : પત્ની–પુત્રીઓની નજર સામે જ છકડો ચાલકને ડમ્પરે ચગદી નાખ્યા, શોકનું મોજું

0
1142

જામનગર અપડેટ્સ : જામજોધપુર તાલુકાના જામવાડી ગામના પાટિયા પાસે પુર ઝડપે દોડતા ડમ્પરે છકડો રિક્ષાને પાછળથી ઠોકર મારી : મૃતક બનેવી અને સાળા સહિતનો પરિવાર બે રીક્ષા લઇ ભાણવડથી જામજોધપુર ખાતે ગુજરી બજારમાં કપડા વેચવા ગયો હતો.

જામનગર : જામનગર જીલ્લાના જામજોધપુર તાલુકાના જામવાડી ગામે સોમવારે બપોર બાદ પુર ઝડપે દોડતા એક ડમ્પરે જોરદાર ઠોકર મારતા છકડો ચાલકને  પહોચેલી ગંભીર ઈજાથી તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું  હતું. જયારે છકડોમાં બેસેલ મૃતકની પત્ની અને ચાર પુત્રીઓએ ઓછી વતી ઈજાઓ પહોચતા હોસ્પિટલ ખસેડાયા છે.

જામજોધપુર તાલુકાના જામવાડી ગામના પાટીયાથી આગળ ગત સોમવારના રોજ બપોર બાદ ચારેક વાગ્યાના સુમારે એક રીક્ષાને પુર  ઝડપે દોડતા એક ડમ્પરે પાછળથી જોરદાર ઠોકર મારી અકસ્માત નીપ્જાવ્યો હતો જેમાં છકડો રીક્ષાના ચાલક ઈશ્વરભાઈ પરમારને મોઢા અને પગ અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોચતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે છકડો રીક્ષામાં બેસેલ મૃતકની પત્ની અને તેની ચાર પુત્રીઓને ઈજાઓ પહોચતા હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

ભાણવડમાં રહેતા મૃતક અને તેના સાળા પીન્ટુભાઇ કાળુભાઇ ચૌહાણ બે રીક્ષા લઇ સોમવારે સવારે બંને રીક્ષામાં કપડા ભરી જામજોધપુર ખાતે ભરાયેલ  ગુજરી બજારમાં કપડા વેચવા ગયા હતા. ત્યાંથી  પરત ફરતી વખતે આગળ મૃતક રીક્ષા ચલાવતા હતા જયારે પાછળ તેના સાળા રીક્ષા લઇ પરત ભાણવડ જતા હતા. ત્યારે ડમ્પરે ઠોકર મારી અકસ્માત નીપ્જાવ્યો હતો. આ બનાવ અંગે પીન્ટુભાઈએ નાશી ગયેલ ડમ્પર ચાલક સામે જમાંજોધ્પુર પોલીસ દફતરમાં આઈપીસી કલમ જીજે ૦૯ ઝેડ ૨૮૧૫ નંબરના ડમ્પર ચાલક સામે ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

(તમામ તસ્વીર ફાઇલ ફોટો છે)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here