રાજ્યસભા : બીટીપીએ કોંગ્રેસનો ખેલ બગાડ્યો, ભરતસિંહ ઘર ભેગા

0
832

જામનગર : રાજ્યની ચાર બેઠકો માટે આજે ગાંધીનગર ખાતે રાજ્યસભાની ચૂંટણી યોજવામાં આવી હતી. કોંગ્રેસના ઉમેદવાર ભરતસિહ સોલંકી માત્ર ત્રણ મતથી રાજ્યસભાના સાંસદ થતા રહી ગયા છે, એનસીપી અને બીટીપીના ત્રણ મત મહત્વના સાબિત થયા હતા. ચાર પૈકી ભાજપને ત્રણ અને એક બેઠક કોંગ્રેસના ફાળે ગઈ છે. મતદાન પ્રક્રિયાની વિસ્તારથી વાત કરીએ તો ભાજપના ૧૦૩, કોંગ્રેસના ૬૫, એનસીપી અને એક અપક્ષ સહિત કુલ ૧૭૦ ધારાસભ્યોએ મતદાન કર્યું હતું . બીજી તરફ ભારતીય ટ્રાઈબલ પાર્ટી (બીટીપી)ના બંને ધારાસભ્યોએ મતદાન ન કરતા સમીકરણમાં ખાસ્સો તફાવત પડી ગયો છે. જોકે બંને પક્ષ તરફથી સમગ્ર દિવસ દરમિયાન બંને મત અંકે કરવા એડીચોટીનું જોર લગાવવામાં આવ્યું હતું. પરંતુ બન્ને ઉમેદવારો મતદાન કરવા ડોકાયા ન હતા. જો કે રાજકીય વિશ્લેષકો આ બાબતને પણ ભાજપની રાજકીય ચાલ ગણી રહ્યા છે. આ સમીકરણને લઈને ભાજપના ત્રણેય ઉમેદવાર રમીલાબેન બારા, નરહરિ અમીન અને અભય ભારદ્વાજની જીત થઇ છે. જ્યારે કોંગ્રેસમાંથી એક જ શક્તિસિંહ ગોહિલ જીત્યા છે. બીજી તરફ માત્ર ત્રણ મતના અંતરથી ભરતસિંહ સોલંકીનો પરાજય થયો છે. બીટીપીએ કરેલ મતદાન નહી કરતા  કુલ ૧૭૦ મત પડ્યા છે જેથી એક ઉમેદવારને જીત માટે 34 મતની આવશ્યતા રહી હતી. જો કે મત ગણતરી કરવા પૂર્વે માતરના ધારાસભ્ય કેશરીસિંહ અને ભુપેન્દ્રસિંહ ચુડાસમાનો મત રદ કરવા માંગણી કરી મત રદ કરવાની માંગણી કરી છે. એકાએક બીમાર પડી ગયેલ કેશરીસિંહની અવેજીમાં ભાજપના શંકર ચોધરી દ્વારા  પ્રોકસી વોટ આપવાના મુદ્દે અને ચુડાસમા સામે જે કેસ ચાલે છે એ મુદ્દે વાંધો ઉઠાવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here