જામનગર : જામનગર તાલુકાના લાલપુર રોડ પર આવેલ ચંગા ગામે પંચકોશી બી ડીવીજન પોલીસે દરોડો પાડ્યો હતો. જેમાં બાપાસીતા રામની મઢી પાસે જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર ટોળે વળી જુગાર રમતા વનરાજસિંહ ભરતસિહ પિંગળ, હરિસિંહ અભેસિંહ રાઠોડ, અનીલભાઈ ઉર્ફે ધનો હીરાભાઈ ખરા, દેવાભાઈ મંગાભાઈ ખરા અને હરીલાલ શિવશંકર બારોટ નામના સખ્સોને પકડી પાડ્યા હતા. જેમાં આરોપીઓના કબજામથી પોલીસે રૂપિયા ૧૨૪૦૦ની રોકડ કબજે કરી હતી, પાંચેય સખ્સો સામે પુષ્પરાજસિંહ જાડેજાએ જુગારધારા હેઠળ ફરિયાદ નોંધાવી હતી. આ કાર્યવાહી પીએસઆઈ જેડી પરમાર, એમ.આર સવસેટા, પોલીસ હેડ કોન્સ્ટેબલ પીકે જાડેજા, મયુરસિંહ જાડેજા, પુષ્પરાજસિંહ જાડેજા, એએસઆઈ મહેન્દ્રસિંહ જાડેજા સહિતના સ્ટાફે પાર પાડી હતી.