ભાણવડ પંથકમાં ભારે પવન સાથે વરસાદ

0
743

વેરાડ: ભાણવડના વેરાડ પંથકમાં ભીમ અગિયારસ નું શુકન સાચવતા મેઘરાજા એ પધરામણી કરેલ હતી.વેરાડ પંથકોમાં ગઇ કાલે સાંજે સાડા છ વાગ્યે વાતાવરણમાં એકાએક પલ્ટો આવતા ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો.અમુક ખેડૂતોના ઉનાળુ મગફળીના પાથરા અને તલની સુરીઓ પવન સાથે ઉડી જતા ખેડૂતોને નુકસાની પડી છે.

વરસાદ ની સાથે ભારે પવન ફૂંકાતા વેરાડ ના સીમ વિસ્તારમાં અનેક મકાનો ના પતરાં ઉડ્યા અનેક વૃક્ષો ધરાશયી થયેલા અને ઈલેક્ટ્રીક થાંભલા ઓ પડી ગયેલ હતા. ઉપરાંત ઉનાળુ વાવેતર ના મગફળીના પાથરા અને તલ ની સૂરીઓ પણ ઉડી ગયાનું જાણવા મળે છે. વેરાડ ની બાજુ ના આમબંરડી ,શીવા, કાટકોલા, વાનાવડ, મોટા કાલાવડ ગામોમાં સારો વરસાદ થતાં વાવણી કાર્ય શરૂ કરેલ છે.
(તસ્વીર : શૈલેષ દતાણી)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here