બપોરે મુંબઈ પર ત્રાટકશે ‘નિસર્ગ’ : હવામાન વિભાગ

0
788

જામનગર : અરબી સમુદ્રમાં ઉદભવેલ નિસર્ગ વાવાજોડાનો ખતરો ગુજરાત પરથી હતી ગયો છે. જેને લઈને ગુજરાતીઓએ રાહતનો દમ લીધો છે, સાથે સાથે સરકાર પરથી પણ મોટું સંકટ ટળ્યું છે. આજે સવારે હવામાન વિભાગે આપેલ લેટેસ્ટ માહિતી મુજબ દક્ષીણ ગુજરાત પરથી નિસર્ગની દિશા ફંટાઈ ગઈ છે. હાલ જે ગતિ અને દિશાના આધારે હવામાન વિભાગે આગાહી કરી છે કે, આ વાવાજોડું બપોરે બે થી ત્રણ વાગ્યાના ગાળા દરમિયાન મુંબઈ પરથી જમીની સપાટીને સ્પર્સ કરી અંદર પ્રવેશ કરશે. બીજી તરફ પવનની ગતિ તેજ રહેવાની હોવાથી મુંબઈ અને આસપાસના વિસ્તારના નાગરિકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. એનડીઆરએફની ટીમો સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. હાલ આ વાવાજોડું મુંબઈથી ૨૫૦ કિમીના અંતરે છે. હવામાન વિભાગની આગાહી સાચી પડે તો  વાવાજોડાની અસર છ થી બાર કલાક રહેશે. નિસર્ગના ખતરાને લઈને રેલ્વે વિભાગે આઠ ટ્રેઈન અને ૧૯ ફ્લાઈટ રદ કરી હોવાનું જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here