લુટારુઓ પકડાયા, સાત લાખ કબજે, આ રીતે ચલાવી લૂંટ

0
622

જામનગર નજીક અલિયાબાળા ગામ નજીક મંગળવારે મોડી સાંજે લૂંટની દિલધડક ઘટના ઘટી હતી. ફિલ્મી દ્રશ્યો સમી આ ઘટના મુજબ, જામનગર એપીએમસીમાં વેપારી પેઢી ધરાવતા મૂળ પસાયા બેરાજા ગામના ધીરજલાલ ચનભાઈ સાવરિયા મંગળવારે દિવસ દરમિયાન વેપાર કરી પેઢીએથી પોતાનું મોટરસાયકલ લઈ ખેડૂતો પાસેથી ખરીદેલ જણસોનું ચુકવણું કરવા નીકળ્યા હતા. દરમિયાન અલિયાબાડા ગામના પાટિયાથી આઈઓસી તરફના માર્ગ પર પાછળથી એક મોટરસાયકલમાં આવેલ બે શખ્સોએ વેપારીના બાઇકને આંતરી લીધું હતું. વેપારીએ બાઇક ઉભું રાખ્યું ત્યાં બાઇક પરથી છરી સાથે ઉતરેલા શખ્સે પોતાની પાસે રહેલ થેલો આપી દેવા છરી બતાવી ધમકી આપી હતી. જેથી ગભરાઈ ગયેલ વેપારીએ રૂપિયા 7,0,4400ની રકમ ભરેલ થેલો આપી દીધો હતો. છરીની અણીએ વેપારીને ધમકાવી લૂંટ ચલાવી બંને શખ્સો બાઇકમાં નાશી ગયા હતા. આરોપીઓ ગયા બાદ વેપારીએ તુરંત પોલીસ કંટ્રોલને જાણ કરી હતી. જેના પગલે એલસીબી, એસઓજી અને પંચકોશી પોલીસ દફ્તરનો સ્ટાફ તુરંત સ્થળ પર પહોંચી ગયો હતો અને જિલ્લાના મુખ્ય માર્ગો ઓર નાકાબંધી ગોઠવી દીધી હતી. દરમિયાન જિલ્લાભરની પોલીસને સચેત કરી દેવામાં આવી હતી. આરોપીઓ બાઇક લઈ સમાણા વાળા રોડ પર ગયા હોવાની વિગતોના ઓગળે એલસીબીની એક ટિમ તુરંત સમાણા રોડ તરફ રવાના થઈ હતી. નમ્બર પ્લેટ વિનાના બાઇક પર નીકળેલ આરોપીઓને પોલીસે સમાણા રોડ પરથી આંતરી લીધા હતા. પોલોસે આરોપીઓ પાસેથી તમામ રોકડ કબજે કરી હતી. બંને આરોપીઓની ધરપકડ પૂર્વે પોલીસે ક્વોરેન્ટાઈ કરી કોરોનાનું પરીક્ષણ હાથ ધરવા કાર્યવાહી કરી છે. જેનો રિપોર્ટ આવ્યે બંને શખ્સોની વિધિવત ધરપકડ કરવામાં આવશે એમ જિલ્લા પોલીસ વડા શરદ સિંઘલે જણાવ્યું છે. બે પૈકીનો એક આરોપી વેપારી સાથે અગાઉ કામ કરતો હોવાની અને તેના આર્થિક વ્યવહારો વિશે જાણતો હોવાની વિગતો જાણવા મળી છે. જો કે પોલીસે હાલ કઈ કહેવાનો ઇનકાર કર્યો છે. 

(તસ્વીર- પ્રતીકાત્મ છે)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here