પુત્રને ભણાવવામાં થયેલા ખર્ચની ચિંતામાં પિતાએ આયખું ટુકાવ્યું

0
702

જામનગર : જોડિયા તાલુકાના હડિયાણા ગામે રહેતા  અમરશીભાઇ પોપટભાઇ  કાલાવાડીયા  ઉ.વ.૫૬ નામના પ્રૌઢે ગઈ કાલે બુધવારે વાડીએ આવેલ કૂવામાં ઝંપલાવી  આપઘાત કરી લીધો હતો. આ બનાવની જાણ થતાં પરિવાર સહિત ગ્રામજનોના ટોળા એકત્ર થઈ ગયા હતા. જોડિયા પોલીસે પણ પહોંચી પ્રૌઢના મૃતદેહને બહાર કાઢી નિવેદનો નોંધાયા હતા. આ ઘટના અંગે નરશીભાઇ રામજીભાઇ કાલાવાડીયાએ પોલીસમાં નિવેદન આપ્યું હતું, જે અનુસાર મૃતકે તેના પુત્રના ભણતર પાછળ મોટો ખર્ચ કર્યો હતો. આ ખર્ચના ટેન્સનમાં રહેતા પ્રૌઢે અંતે તંગ આવી જઈ કૂવો પૂર્યો હતો. આ બનાવથી નાના એવા હડિયાણા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

(તસ્વીર- પ્રતીકાત્મ છે)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here