દિગ્વિજય સિમેન્ટ કંપનીના વાઇસ પ્રેસિડન્ટના બંગલામાં ચોરી

0
758

જામનગર : સિક્કામાં આવેલ દિગ્વિજય સિમેન્ટ કંપનીના વાઇસ પ્રેસિડન્ટ તરીકે ફરજ બજાવતા કૃષ્ણકુમાર રામાનુજના કંપની અંદર આવેલ બંગલા નંબર ત્રણમાં ગઈ કાલે મંગળવારના દિવસ દરમિયાનના ગાળામાં ચોરીની ઘટના સામે આવી છે. મૂળ કેરળના 49 વર્ષીય વાઇસ પ્રેસિડેન્ટ રામાનુજ હાલ બંગલામાં એકલા રહે છે. તેમનો પરિવાર છેલ્લા દસ મહિનાથી વતન કેરળ ગયો છે. ગઈ કાલે સવારે બંગલાના તમામ દરવાજાઓ બંધ કરી કંપની અધિકારી નોકરી પર ગયા બાદ પાછળથી દરવાજાનો નકુચો તોડી કોઈ જાણભેદુ ચોર અંદર ઘુસી ગયા હતા અને બેડ રૂમના કબાટ માંથી રૂપિયા ૮૦ હજાર રોકડ, બે મોબાઈલ અને એક કેમેરા સહિત રૂપિયા એક લાખ દસ હજારનો મુદ્દામાલ ચોરી નાસી ગયા હતા. ઓફિસથી પરત આવ્યા બાદ અધિકારીને આ ચોરીની જાણ થઈ હતી. સિક્કા પોલીસે ટાઉનશિપ પહોંચી કંપનીના સીસીટીવી ચેક ફૂટેજ કબજે કરી તપાસ શરૂ કરી હતી. (તસ્વીર- પ્રતીકાત્મ છે)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here