પોરબંદર નેવીના સાત જવાનો કોરોનાગ્રસ્ત

0
622

જામનગર : સૌરાષ્ટ્રના ચાર જિલ્લાઓમાં નોંધાયેલ ૨૪૫ કોરોના શંકાસ્પદ દર્દીઓના નમૂનાઓનું આજે મંગળવારે જામનગરની જીજી હોસ્પિટલમાં પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં જામનગરના ૬૭, પોરબંદરના ૫૩, દેવભૂમિ દ્વારકા જીલ્લાના ૬૬, અને મોરબીના ૫૯ દર્દીઓનો સમાવેશ થાય છે. આજે આવેલ નમૂનાઓ તેમજ ગઈ કાલના બાકી રહેલ ૫૪ મળી કુલ ૨૯૯ દર્દીઓના નમૂનાઓનું ગુરુ ગોવિંદ સિંઘજી સરકારી હોસ્પિટલની લેબમાં પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં ત્રણ જિલ્લાઓના શંકાસ્પદ દર્દીઓ નેગેટીવ જાહેર થયા હતા જયારે પોરબંદરથી આવેલ ૫૩ નમૂનાઓ પૈકી સાત દર્દીઓ પોજીટીવ આવ્યા હતા. હજુ ૨૦ નમૂનાઓ પૃથકરણ હેઠળ છે. પોરબંદરના કુલ નમૂનાઓ પૈકી એક નમૂનાનો રીપોર્ટ પેન્ડીગ રાખવામાં આવ્યો છે. પોરબંદરના જે સાત દર્દીઓ પોજીટીવ આવ્યા તે નેવીમાં ફરજ બજાવતા જવાનો હોવાનું જાણવા મળ્યું છે. આ સાતેય જવાનો મુંબઈની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા હોવાનું જાણવા મળ્યું છે. એક સાથે સાત જવાનો પોજીટીવ આવતા સુરક્ષા એજન્સી સંકુલમાં ખળભળાટ મચી ગયો છે. સાતેય જવાનો બાય સમુદ્ર વાટે ફરજ દરમિયાન મુંબઈ જઈ પરત ફર્યા હોવાનું પણ સામે આવ્યું છે. જો કે આ તમામ જવાનો ક્વોરેન્ટાઈન પીરીયડમાં હોવાથી કોઈના સંપર્કમાં નથી આવ્યા એવી વિગતો સામે આવતા થોડી ધરપત થઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here