દ્વારકા પીઆઈ સહિત ત્રણ પીઆઈની ત્વરિત બદલીઓ, વિવાદ કારણભુત ?

0
1626

જામનગર : દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ફરજ બજાવતા ત્રણ પીઆઈની આજે જીલ્લા પોલીસ વડાએ અરસપારસ બદલી કરી છે. સલાયા મરીન પોલીસ દફતરમાં ફરજ બજાવતા પીઆઈ જીઆર ગઢવીની ખંભાલીયા પોલીસ સ્ટેશનમાં અને દ્વારકા પીઆઈ વીવી વાગડિયાની એલઆઈબી શાખામાં અને એલઆઈબીના પીઆઈ જે એમ ચાવડાની સલાયા મરીન પોલીસ દફતરમાં બદલી કરવામાં આવી છે. જયારે રીડર પીએસઆઈ આર એમ મુંધવાને ઓખા મરીન પોલીસ સ્ટેશન અને ઓખા મરીનના જે જી  સોલંકીને રીડર પીએસઆઈ તરીકે મુકવામાં આવ્યા છે. આજે જ મોરારીબાપુ પર પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક દ્વારા કરવમાં આવેલ હુમલાના પ્રયાસને લઈને આ બદલીઓ કરવામાં આવી હોવાની ચર્ચાઓએ જોર પકડ્યુ છે પરંતુ જીલ્લા પોલીસ વડા દ્વારા કાઢવામાં આવેલ ઓર્ડર આ વિવાદ પૂર્વેના હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here