વિરમદળ ગામે વીજળી વેરણ બની, કાકી-ભત્રીજીના મોત

0
1690

જામનગર : જામનગરની સાથે આજે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ અડધાથી રક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. જિલ્લાના ખંભાળિયા તાલુકાના વિરમદળ ગામે વીજળી પડતા કાકી-ભત્રીજીના મૃત્યુ નીપજ્યું છે. જ્યારે અન્ય બે યુવતીઓ દાઝી જતા ને ઇજા પહોંચતા ખંભાળિયા હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા એમ ગામના સરપંચ ખીમભાઈ આંબલિયાએ જણાવ્યું છે. આ બનાવના પગલે નાના એવા ગામમાં શોકનું મોજું પ્રસરી ગયું છે. થોડા વરસાદે વીજળી વેરણ બનતા જિલ્લાભરમાં ગમગીની પ્રસરી ગઈ છે બીજી તરફ તાલુકાના આહીર સિંહણ ગામે વીજળી પડતા બે ભેંસના મૃત્યુ થયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here