જીલ્લામાં ફરી મેઘાનો મુકામ, બે વાગ્યા સુધીની અપડેટ્સ

0
702

જામનગર : જામનગર જીલ્લામાં આજ સવારથી રચાયેલ મેઘાવી માહોલ વચ્ચે મેઘરાજાએ મલ્હાર રાગ છેડી જમાજમ કૃપા વરસાવી છે. જીલ્લાના તમામ તાલુકાઓમાં આજે બપોરે બે વાગ્યા સુધી અડધાથી માંડી ત્રણ ઇંચ સુધીની કૃપા વરસી ગઈ છે. જેમાં કાલાવડમાં સતાવાર ત્રણ ઇંચ જયારે ધ્રોલ, જોડિયા અને જામનગરમાં પોણા ઇંચ થી એક ઇંચ વરસાદ પડ્યો છે. હજુ પણ વરસાદી જોર યથાવત છે.

હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની કરેલી આગાહી મુજબ આજ સવારથી જામનગર જીલ્લામાં વરસાદી માહોલ રચાયો હતો. જેમાં જામનગર શહેરમાં ૨૧ મીમી સાથે એક ઇંચ, તાલુકાના ખોજાબેરાજા, ચંદ્રગઢ, દોઢીયા, જીવાપર, લોઠીયા, આમરા, નાઘેડી, મસીતીયા, લાખાબાવળ, દરેડ,સરમત, અલીયાબાળા, ઠેબા, થાવરિયા, ધુવાવ, જાંબુડા, વિભાપર, નાની-મોટી બાણુંગાર સહિતના ગામડાઓમાં એક થી બે ઇંચ વરસાદ નોંધાયો હતો.

જયારે  લાલપુર તાલુકા મથકે સાત એમએમ ઉપરાંત હરીપર, નાના-મોટા ખડબા, આરાબલુસ, કાનાલુસ, પીપરટોળા, મોટીવેરાવળ, ભણગોર, રકા, ખટિયા, ધુનિયા, મોડપર, ડબાસંગ સહિતના ગામડાઓમાં પણ અડધાથી મળી દોઢ ઇંચ વરસાદ વરસ્યો હતો.

મેઘરાજાએ આ જ રફતાર કાલાવડ તાલુકામાં પણ અવિરત રહી ગયો હતો. અહી તાલુકા મથકે ૭૩ મીમી સાથે ત્રણ ઇંચ તો તાલુકાના મુળીલા, દેવપર, રણુજા, રીનારી, મોટાવડાળા, નિકાવા, ચેલાબેડી, લલોઈ, ભલસાણ બેરાજા, બાંગા, ખંઢેરા, ભાવાભી ખીજડીયા, ટોળા, ભાડુકિયા સહિતના ગામડાઓ પણ એકથી સાડા ત્રણ ઇંચ જેટલી કૃપા વર્ષી હતી.

જયારે બપોરે બે વાગ્યા સુધી ધ્રોલ તાલુકા મથકે ૪૮ મીમી સાથે બે ઇંચ તો ગ્રામ્ય પંથકમાં તાલુકાના હમાપર, જાબીડા, સોયલ, વાકિયા, લતીપર, રોજીયા, લૈયારા, જાલીયા દેવાણી સહિતના ગામડાઓમાં સચરાસર વરસાદ વરસ્યો હતો. 

ધ્રોલ ઉપરાંત જોડિયા તાલુકા મથકે ૧૯ મીમી અને તાલુકાના હડીયાણા, ભાદરા પાટિયા, બાલંભા, જોડીયા, જીરાગઢ, પીઠળ, કુનળ સહિતના ગામડામોમાં અડધા ઇંચ થી દોઢ ઇંચ વરસાદ પડી જતા ખેતરો બહાર પાણી નીકળી ગયા હતા.

આ સીજનમાં સૌથી વધારે વરસાદ પડ્યો છે તે જામજોધપુર તાલુકા મથકે આજે વરસાદ નોંધાયો નથી પરંતુ કાલાવડ તરફના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરો બહાર પાણી નીકળી જતા મગફળી સહિતના પાક પર કાચું સોનું વર્ષી ગયું છે.

 હજુ જીલ્લાભરમાં વરસાદી માહોલ હોય વધારે વરસાદનો આશાવાદ બંધાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here