અમદાવાદમાં સરકાર વિરુદ્ધ લાગ્યા પોસ્ટરો, આ વિવાદ કારણભુત

0
545

જામનગર : અમદાવાદમાં દર વર્ષે નીકળતી ભગવાન જગનનાથજીની રથ યાત્રામાં ચાલુ વર્ષે આવેલ અંતરાયને લઈને મંદિર પુજારી અને સરકાર વચ્ચે જે વિવાદ સર્જાયો હતો જે બંને પક્ષે વિવાદ સમી ગયો હોવાનું જાહેર કરાયું હતું અને પ્રકરણનો અંત લાવવામાં આવ્યો હતો. પરંતુ આ વિવાદ આજે ફરી સપાટી પર આવ્યો હતો. આ વખતેનો વિવાદ અદ્રશ્યભાવે બહાર આવ્યો છે.

કોરોના કાળને લઈને આ વખતે અમદાવાદના જગ્ગનનાથ રથયાત્રાને લઈને મંદિર મહંત દિલીપદાસજી મીડિયા સમક્ષ આવ્યા હતા અને સરકાર સામે નારાજગી દર્શાવી હતી. દરમિયાન સરકાર બેકફૂટ પર આવી ગઈ હતી. જેને લઈને બંધ બારણે થયેલ મંત્રણાઓ બાદ સમાધાનકારી વલણ અપનાવવામાં આવ્યું હતું. અને મામલો થાળે પડ્યો હતો. પરંતુ વિવાદ સમી ગયા બાદ પણ હજુ વિવાદ યથવાત રહ્યો હોવાનું સામે આવ્યું છે. આજે અમદાવા પકવાન ચારરસ્તા, ઇસ્કોન ચારરસ્તા, વસ્ત્રાપુર સહિતના વિસ્તારોમાં પોસ્ટર્સ લાગ્યા છે, જેમાં જગન્નાથ મંદિર મહંતની નારાજગી અંગેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મહંત દિલીપ દાસજીના ફોટા સાથેના પોસ્ટર્સ થી સરકાર પર કટાક્ષ કટાક્ષ કરતા લખાયું છે કે ‘કર્યો વિશ્વાસઘાત માફ નહીં કરે ભગવાન જગન્નાથ’ અને ‘હિન્દૂ ઠેકેદારોના રાજમાં મહંત માંગે છે મોત’ આ ઉપરાંત ‘રામના નામે માંગ્યા વોટ, જગન્નાથ માટે મનમાં કેમ ખોટ ?’ સહિતનું લખાણ લખ્યું છે. જો કે આ પોસ્ટર કોણે લગાવ્યા છે ?  તે સ્પષ્ટ થયું નથી. બની શકે મંદિર અને સરકારના વિરોધીઓએ પણ આ પોસ્ટર ચિપકાવી વિવાદને ફરી જીવંત કરવાનો પ્રયાસ કર્યો હોય શકે અથવા તો મંદિર દ્વારા જ આ પોસ્ટર લગાવવામાં આવ્યા છે ? એ તપાસનો વિષય છે પરંતુ હાલ આ અપારદર્શક વિરોધે રથયાત્રાને લઈને ફરી વિવાદ છેડ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here