હાલારમાં આકાશી પ્રકોપ, લાલપુરમાં માતા-પુત્રના મોત

0
1245

જામનગર : જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદની સાથે વીજળી વેરણ બની છે. લાલપુરના રકા ખટીયા ગામે વાડી વિસ્તારમાં કામ કરતા માતા- પુત્ર પર વીજળી પડતા બંનેના મૃત્યુ નિપજ્યા છે. આ બનાવના પગલે કોળી પરિવાર અને નાના એવા ગામમાં શોક છવાઈ ગયો છે.

જામનગર જિલ્લામાં આજે અડધા થી ત્રણ જેટલો વરસાદ પડ્યો હતો. જેમાં લાલપુર તાલુકા માત્ર અડધો ઇંચ વરસાદ થયો છે. પરંતુ ઓછા વરસાદમાં પણ તાલુકામાં વીજળી વેરણ બની હતી. તાલુકાના રકા ખટીયા ગામે વાડી વિસ્તારમાં કામ કરતા નીતાબેન જયેશભાઈ સીતાપરા ઉવ 35
અને વિશાલ જયેશભાઇ સીતાપરા ઉવ 12 નામના માતા પુત્ર પર વીજળી પડતા બંનેના મૃત્યુ નિપજ્યા છે. આ બનાવના પગલે કોળી પરિવારમાં શોક છવાયો છે. આજે દ્વારકા જિલ્લામાં કાકી ભત્રીજી અને માતાપુત્ર એમ ચાર વ્યક્તિઓના મૃત્યુ નિપજ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here