કોરોનાની મહામારીએ ભયંકરરૂપ ધારણ કર્યું : 18 કલાકમાં17 કેસ

0
671

જામનગર : જામનગરમાં કોરોના વાયરસના લોકલ સંક્રમણે ગંભીરરૂપ ધારણ કર્યું છે. છેલ્લા 18 કલાકમાં શહેર જિલ્લામાં વધુ 17 કેસ નોંધાતા લોકલ સંક્રમણ વધુ તેજ બન્યું છે.
આ તમામ દર્દીઓ પૈકી 14 દર્દીઓ જામનગર શહેરના હોવાથી શહેરમાં બહાર નીકળવું ખતરારૂપ બન્યું છે. જો કે સલામતી સબબ બહાર નીકળવું અતિ હિતાવહ બન્યું છે. શહેરમાં અત્યાર સુધી 168 દર્દીઓ થયા છે.

જામનગરમાં કોવિડ19ની બીમારીએ જેટ ગતિ પકડતા ભયનો માહોલ ઉભો થયો છે. છેલ્લા 18 કલાકની વાત કરવામાં આવે તો ગત મોડી રાત્રે આઠ કેસ સામે આવ્યા હતા. ત્યાર બાદ આજે બપોર બાદ વધુ નવ કેસ સામે આવ્યા છે. જેમાંના તમામ દર્દીઓ જામનગર શહેરના છે. આ દર્દીઓમાં જીજી હોસ્પીટલના એક ડોક્ટરનો સમાવેશ થાય છે. જે રીતે કોરોનાની ગતિ વધી છે તે રીતે આવતા માસ સુધીમાં અત્યાર સુધીનો આંકડો ડબલ થઈ જવાની શક્યતાઓ છે. બીજી તરફ જામનગરમાં સારવાર લઇ રહેલ ખંભાળિયાના એક દર્દીનું સારવાર હેઠળ મૃત્યુ નીપજ્યું છે. જિલ્લાની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં 220 દર્દીઓ નોંધાઈ ચુક્યા છે જેમાં સાત દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here