દ્વારકા આવતા યાત્રીઓ અને સ્થાનિકોની સલામતીની ખાતરી આપતા પીઆઈ ગઢવી

0
635

દ્વારકા : યાત્રાધામ દ્વારકા ધાર્મિક સ્થળ હોવાથી અહીં ગુનાખોરીનો આંકડો ખુબ જ ઓછો છે મોટાભાગે સામાન્ય અને ઘરેલું ઝઘડા સહિતની અન્ય ફરિયાદો આવતી હોય છે પરંતુ સ્થાનિક રહીશો અને વેપારીઓને પોલીસ દ્વારા સમય અનુસાર નાની મોટી મીટીંગ બોલાવી ને નાના-મોટા પ્રશ્નો હલ કરવામાં આવે છે.

આજે દ્વારકા પોલીસ સ્ટેશનના નિયુક્ત પી.આઇ. પી.બી.ગઢવી તથા સ્ટાફ દ્વારા શહેરના તમામ વિસ્તારોમાં સ્ટાફ સાથે પેટ્રોલિંગ કરીને સ્થાનિક લોકોને તમામ જાતના સહયોગની વિશ્વાસપૂર્વક ખાતરી આપવામાં આવી છે. પોલીસના આ અભિગમથી લોકો પોલીસને આવકાર આપ્યો હતો. પોલીસ દ્વારા સમયાંતરે આવુ ફૂટ પેટ્રોલિંગથી ગુનાખોરી નું પ્રમાણ ઘટે છે અને સ્થાનિક રહીશો અને વેપારીઓએ શાંતિપૂર્વક પોતાના ધંધા રોજગાર પણ કરી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here