ધ્રોલમાં ટ્રકે બાઇક ચાલક વૃદ્ધને પાછળના ટાયરમાં ચગદી નાખ્યા

0
597

જામનગર:
ધ્રોલ તાલુકા મથકે આજે બપોરે કમકમાટી ભર્યો અકસ્માત સર્જાયો હતો જેમાં એક મોટરસાયકલ ચાલક વૃદ્ધને બેદરકારી પૂર્વક અને પુર ઝડપે ચાલતા એક ટેન્કરે પાછળના ટાયરમાં લઇ નિપજાવેલા અકસ્માતમાં મોટરસાયકલ સવાર વૃદ્ધનું કમકમાટી ભર્યું મૃત્યુ નિપજયુ છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.જેમાં સમગ્ર ઘટના સામે આવી છે જે જોતા ટ્રક ચાલકની કેવી બેદરકારી છે જે સ્પષ્ટ થયું છે.

જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકા મથકે આજે બપોરે કમકમાટી ભર્યો અકસ્માત સર્જાયો હતો. જેમાં હોસ્પિટલ સામે સ્વામી નારાયણ દુકાનની સામે સાડા અગિયાર વાગ્યે આ ઘટના ઘટી હતી. જેમાં જોડિયા તાલુકાના જીરાગઢ ગામે રહેતા મોટરસાયકલ ચાલક સવજીભાઈ પ્રેમજીભાઈ વરુ ઉવ 65 પોતાનું બાઇક લઈ ઉપરોક્ત સ્થળે થી પસાર થઈ રહયા હતા ત્યારે પાછળથી આવેલ જીજે 10 ડબ્લ્યુ 7275 નંબરના ટ્રકે પાછળથી આવી પાછળના ટાયરમાં બાઇકને લઇ લીધું હતું. જેમાં તોતિંગ ટાયર વૃદ્ધ પરથી ફરી વળતા તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવને અંજામ આપી ટ્રક ચાલક ટ્રક સાથે નાશી ગયો હતો. આ ઘટના અંગે મૃતકના કૌટુંબિક ભાઈએ બનાવ અંગે ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવતા ધ્રોલ પોલીસે ટ્રક ચાલકની અટકાયત કરવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here