ગુજસીટોક પ્રકરણમાં વધુ એક સખ્સની સંડોવણી ખુલી, કોણ છે આરોપી ?

0
2618

જામનગર : જામનગરના અતિ ચકચારી ગુજસીટોક પ્રકરણમાં વધુ એક સખ્સની સંડોવણી સામે આવી છે. જેને લઈને આ પ્રકરણમાં આરોપીઓનો આંક ૧૬ થયો છે. પોલીસે ગઈ કાલે રજુ કરેલ ચાર્જસીટમાં આરોપી તરીકે આ ૧૬માં સખ્સનો ઉલ્લેખ કરાયો છે. આ સખ્સે જયેશ પટેલની વ્હાઈટ કોલર ટોળકીનો સભ્ય બની ખંડણી ઉઘરાવવામાં મદદગારી કરી હોવાનું સામે આવ્યું છે. જો કે સુત્રોનું માનવામાં આવે તો આ સખ્સ હાલ ભારત છોડી વિદેશમાં હોવાનું સામે આવ્યું છે.

જામનગરમાં જયેશ પટેલના ઓર્ગેનાઈઝ ક્રાઈમ નેટવર્કને નાથવા માટે પોલીસે ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં જયેશ પટેલ અને તેની ગેંગ સામે ગુજસીટોક ધારાઓ મુજબ ફરિયાદ નોંધી હતી. આરોપી તરીકે ભાજપના પૂર્વ કોર્પોરેટર અતુલ ભંડેરી, બિલ્ડર નીલેશ ટોલિયા, મુકેશ અભંગી, પ્રફુલ પોપટ, પૂર્વ પોલીસકર્મી વસરામ આહીર, જીમ્મી આડતિયા, યશપાલ અને જસપાલસિંહ જાડેજા બંધુઓ, પ્રવીણ ચોવટિયા સહિતના ૧૨ સખ્સોની જેતે સમયે ધરપકડ કરી હતી. ત્યારબાદ વકીલ વીએલ માનસતા અને અનીલ ડાંગરિયાની પોલીસે બંનેની ધરપકડ કરી હતી. આરોપીઓની પૂછપરછ દરમિયાન પોલીસે પાંચ કરોડની રીકવરી પણ કરી લીધી છે. આ ઉપરાંત જયેશ સહિતના આરોપીઓની મિલકતનો સર્વે કરી ટાંચમાં લેવા કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસ તપાસ દરમિયાન આ પ્રકરણમાં વધુ એક સખ્સ એવા મહેશ છૈયાની સંડોવણી ખુલવા પામી હતી. પોલીસે આ સખ્સના સગળ મેળવવા અનેક પ્રયાસ કર્યા હતા. જો કે સુત્રોનું માનવામાં આવેતો આ સખ્સ હાલ ભારત બહાર છે. આમ આ પ્રકરણમાં આરોપીઓનો આંક ૧૬ પર પહોચ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here