જામનગર : ડેરી સંચાલકને ફોન કરી આ સખ્સે મણ મણનો ચોપડાવી ધમકી આપી

0
251

જામનગર અપડેટ્સ : જામનગરમાં એક નામીચા સખ્સે દૂધની ડેરી ચલાવતા સખ્સને ફોન કરી ધાક ધમકી આપી હોવાની ઘટના સામે આવી છે. પોતાના પુત્રના નવોદયની પરીક્ષાના પ્રવેશ ફોર્મ ભરવામાં થયેલ ભૂલ બાબતે અન્ય વ્યક્તિ  સાથે થયેલ બોલાચાલીને લઈને આ બાબતમાં આરોપી નામીચા સખ્સે ધમકી આપી હોવાનું પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

જામનગરમાં સુભાષ પાર્ક , રણજીતસાગર રોડ પર રહેતા અને દૂધ પ્રોડક્ટને  લઈને ડેરી ચલાવતા અનીલભાઇ વિનોદભાઇ ભદ્રા નામના વેપારીએ શહેરના નામીચા સખ્સ આરીફ જુમાભાઈ ખફી સામે સીટી એ ડીવીજન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં તાજેતરમાં તેઓએ પોતાના પુત્રનું નવોદય વિદ્યાલયમાં પ્રવેશ પરીક્ષાનું ફોર્મ ભરાવ્યું હતું. જયારે પ્રવેશપત્ર કાઢવામાં આવ્યું ત્યારે તેમાં ભૂલ હોવાનું સામે આવ્યું હતું જેને લઈને વેપારીએ રૂપિયા લઇ ફોર્મ ભરી આપનાર અન્ય વ્યક્તિને ફોન પર વાત કરી હતી. જેમાં બંને વચ્ચે ઉગ્ર ચર્ચાઓ થઇ હતી. આ બાબતને લઈને આરોપીએ તાજેતરમાં જ વેપારીના ફોન પર ફોન કર્યો હતો અને જે પૈસા આપ્યા છે તેનાથી બમણા લઇ જવા કહી, જેમતેમ ગાળો આપી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે આ બનાવને લઈને આરોપી સામે ફરિયાદ નોંધી આરોપીની અટકાયત કરવા તજવીજ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here