જામજોધપુરમાં પુરુષો બંધ બારણે તો જામનગરમાં મહિલાઓ જાહેરમાં રમતી હતી જુગાર, રેડ પડતા જ દોડાદોડી

0
356

જામજોધપુર : જામજોધપુરમાં ગીંગણી રોડ પર આવેલ ખારવા સીમમાં વાડીની ઓરડીમાં એલસીબીએ દરોડો પાડી બંધ બારણે જુગાર રમતા પાંચ સખ્સોને આંતરી લીધા છે. જયારે જામનગરમાં સાત ગૃહિણીઓ જાહેરમાં તીનપતીની મોજ માણતા પકડાઈ ગઈ હતી. પોલીસના દરોડાના પગલે અફરાતફરી મચી ગઈ હતી.

જામનગર જીલ્લાના જામજોધપુર તાલુકા મથક નજીક ગીગણી રોડ, ખારવા સીમમાં આવેલ  મુકેશ જેરામભાઈ કડીવાલની વાડીએ જુગારનો અખાડો ચાલતો હોવાની જામનગર એલસીબીને ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો જેમાં વાડીની અંદર આવેલ ઓરડીમાં  જુગાર રમાડતા અને રમતા વાડી માલિક મુકેશભાઇ જેરામભાઇ કડીવાલ ધંધો ખેતી રહે. કડીવાલ નાકુ, જામજોધપુર જી.જામનગર, વિમલભાઇ મહેન્દ્રભાઇ જોષી રહે. ગાંધીગ્રામ શેરી નંબર-૫, રાજકોટ મુળ- જામજોધપુર સીનેમા સામે, જી.જામનગર, ભરતભાઇ ગોવીંદભાઇ બકોરી રહે. લીબડા ચોક, જામજોધપુર જી.જામનગર, અશોકભાઇ ધરમીભાઇ બકોરી રહે. લીબડા ચોક, જામજોધપુર જી.જામનગર, દેવેન્દ્રભાઇ મગનભાઇ ધેટીયા રહે. ચોરા પાસે, જામજોધપુર જી.જામનગર વાળા સખ્સો આબાદ પકડાઈ ગયા હતા. એલસીબી પોલીસે આરોપીઓના કબ્જા માંથી રૂપિયા ૫૩૩૦૦ની રોકડ અને રૂપિયા ૭૦,૦૦૦ની કીમતના બે મોટર સાયકલ સહીત રૂપિયા ૧,૨૩,૩૦૦નો મુદ્દામાલ કબજે કરી સ્થાનિક પોલીસ દફતર હવાલે કર્યા હતા.

જયારે જામનગરમાં મયુરનગર, વામ્બે આવાસ, નવા ત્રણ માળીયા બ્લોક નંબર ૧૧ની નીચે જાહેરમાં અમુક મહિલાઓ જુગાર રમતી હોવાની હકીકતના આધારે પોલીસે દરોડો પાદ્દ્યો  હતો જેમાં તીન પતિનો જુગાર રમતી વર્ષાબા ચંન્દ્રસિંહ ગોવિંદભાઇ પરમાર રહે. મયુરનગર રોડ, વામ્બે આવાસ, નવા ત્રણમાળીયા બ્લોક નં.૧૧/૨૨, જામનગર, પ્રશન્નબા વિક્રમસિંહ જાડેજા રહે. અંધ્ધાશ્રમ આવાસપાસે, હનુમાન ચોક સામે, જામનગર, ગાયત્રીબેન ભરતભાઇ કોળી રહે. માંડવી, દાદાની ડેરી પાસે, તા.માંડવી જી.કચ્છ, પુજાબેન દીપકાભાઇ યાદવ રહે. મયુરનગર રોડ, વામ્બે આવાસ, નવા ત્રણ માળીયા બ્લોક નં.૯, જામનગર, ઉલ્લાબા રાજેન્દ્રસિંહ ઝાલા રહે. શાંન્તીનગર, રાંદલ માતાજીના વડ પાસે, જામનગર, વિજુબા મનુભા ચુડાસમા રહે. ગાંધીનગર, મહાદેવના મંદીર પાસે, જામનગર અને વર્ષાબેન ઇશનભાઇ પરમાર રહે. ગાંધીનગર, મચ્છરનગર, શાક માર્કેટની સામે, જામનગર વાળી મહિલાઓ આબાદ પકડાઈ ગઈ હતી. પોલીસે તમામના  કબજામાંથી રૂપિયા ૧૧,૩૫૦ની રોકડ કબજે કરી જુગારધારા હેઠળ કાર્યવાહી કરી હતી. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here