સલામ : કોવીડ હોસ્પિટલ પરિસરમાં જ દર્દીનું હર્દય થંબી ગયું, પછી કોઈક આવ્યું આવ્યું રક્ષક બની, આવું દિલધડક રેસ્ક્યુ

0
742

જામનગર : જામનગરમાં હાલ કોરોનાનો ગ્રાફ દિવસે ને દિવસે નવા રેકોર્ડ બનાવી રહ્યો છે. દરરોજ સામે આવતા દર્દીઓના આકડા બીજા દિવસનો રેકોર્ડ તોડી નાખે છે. આજે વધુ ૩૧૨ દર્દીઓ કોવિદ હોસ્પિટલ પહોચ્યા છે. એવા જ એક પોજીટીવ દર્દી કોવિદ સુધી તો પહોચ્યા પણ હોસ્પિટલ પરીસરમાં જ હાર્ટએટેક આવી જતા હર્દય થંભી ગયું અને પરિવારજનો આઘાતમાં સરી પડ્યા ત્યાં જ નજીકમાં રહેલ ૧૦૮ના સ્ટાફ રક્ષક થઇ આવી પહોચ્યા અને તાત્કાલિક ઈલાજ કરી જે તે દર્દીનો જીવ બચાવી લઈ ઉમદા કાર્ય કાર્ય હતું.

જામનગરની કોવિડ હોસ્પિટલમાં દરરોજ દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. જેને લઈને ૧૪૦૦ ઉપરાંત બેડની હોસ્પિટલ ફૂલ થઇ જતા જીલ્લા કલેકટર દ્વારા બહારના જિલ્લાઓના દર્દીઓને અપીલ કરવામાં આવી હતી. સતત વધતા કોરોનાના સંક્રમણ વચ્ચે આજે ૧૦૮ના સ્ટાફે ખરેખર માનવ રક્ષક તરીકેની ભૂમિકા ભજવી હતી. જેમાં પોજીટીવ રીપોર્ટ આવતા એક દર્દીને ખાનગી વાહનમાં કોવીડ હોસ્પિટલ સુધી લઇ જઈ પરિવારજનોએ એડમિટ કરાવવા કાર્યવાહી કરી હતી. હોસ્પિટલ પરિસરમાં લઇ જવાયેલ દર્દીની એકાએક તબિયત લથડતા હાર્ટએટેક આવી ગયો હતો અને હર્દય થંભી ગયું હતું. આ ઘટના સમયે ત્યાં હાજર ૧૦૮ના પાયલોટ ભરતભાઈ સિસોદિયા આવી પહોચ્યા હતા અને તુરંત દર્દીના હર્દયને પુનઃ ધબકતું કરવા સેવા ચાલુ કરી હતી. તુરંત દર્દીને સીપીઆઈ આપી મોતના મુખ માંથી ઉગારી લઇ ફરી હર્દયને ધબકતું કર્યું હતું. ૧૦૮ના કર્મચારીની સેવા જોઈ દર્દીના પરિજનોની આંખ હર્ષથી ઉભરાઈ હતી અને બે હાથ જોડી ૧૦૮ના ભરતભાઈનો આભાર માન્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here