અધમ : પરિણિતાને બ્લેકમેલ કરવાની ધમકી આપી આ શખ્સે બળાત્કાર ગુજાર્યો

0
508

જામનગર :દેવભૂમિ દ્વારકા જિલ્લાના ધરમપુર વિસ્તારમાં રહેતી એક પરિણિતાને બ્લેકમેલ કરી સમાજમાં બદનામ કરવાની ધમકી આપી પોતાની જ જ્ઞાતિના એક શખ્સે પાંચ દિવસ સુધી જુદા-જુદા સ્થળે લઇ જઇ બળાત્કાર ગુજાર્યાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાવામાં આવી છે.


દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં ધરમપુર વિસ્તારમાં રહેતા એક પરિવારની પરિણિતા સાથે વશરામ જેઠાભાઇ કછટીયા નામના શખ્સે બળાત્કાર ગુજારી ધાક-ધમકી આપ્યાની પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાઇ છે. ગત તા.11મી ના રોજ આરોપીએ તેણીને બ્લેકમેલ કરી, સામાજમાં બદનામ કરવાની ધમકી આપી, મારી નાખવાની ધમકી આપી તેણીની સાથે તેની મરજી વિરૂદ્ધ બળાત્કાર ગુજાર્યો હતો.  આ બનાવ અંગે તેણીએ આરોપી સામે પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપીને ધરપકડ કરવા કાર્યવાહી શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here